સાંસદ પરશોત્તમ રૂપાલાના હસ્તે વોર્ડ નં 4માં નવનિર્મિત હાઈસ્કૂલના બિલ્ડિંગનું 12 જાન્યુઆરીએ લોકાર્પણ
- 19 કરોડના ખર્ચે નવનિર્મિત હાઈસ્કૂલમાં અનેકવિધ સુવિધાઓ રાજકોટ/અમદાવાદ,10 જાન્યુઆરી (હિ.સ.) રાજકોટના સાંસદ પરશોતમ રૂપાલાના હસ્તે રાજકોટ મહાનગર પાલિકાના વોર્ડ નં.4ના ભગવતીપરામાં, શહીદ રાજ્યગુરુ ટાઉનશિપની બાજુમાં, માધ્યમિક શાળાના અત્યાધુનિક અને સુવિ
સાંસદ પરશોત્તમ રૂપાલાના હસ્તે વોર્ડ નં 4માં નવનિર્મિત હાઈસ્કૂલના બિલ્ડિંગનું 12 જાન્યુઆરીએ લોકાર્પણ


- 19 કરોડના ખર્ચે નવનિર્મિત હાઈસ્કૂલમાં અનેકવિધ સુવિધાઓ

રાજકોટ/અમદાવાદ,10 જાન્યુઆરી (હિ.સ.) રાજકોટના સાંસદ પરશોતમ રૂપાલાના હસ્તે રાજકોટ મહાનગર પાલિકાના વોર્ડ નં.4ના ભગવતીપરામાં, શહીદ રાજ્યગુરુ ટાઉનશિપની બાજુમાં, માધ્યમિક શાળાના અત્યાધુનિક અને સુવિધાયુક્ત નવનિર્મિત બિલ્ડિંગનું 12 જાન્યુઆરીએ સવારે 11 કલાકે લોકાર્પણ કરાશે. 19.38 કરોડના ખર્ચે આ બિલ્ડિંગનું નવનિર્માણ કરવામાં આવ્યું છે.

રાજકોટનાં મેયર નયના પેઢડીયાની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાશે. જેમાં કેબિનેટ મંત્રી

ભાનુ બાબરીયા, સાંસદ રામ મોકરીયા ઉપસ્થિત રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande