રાંચી, નવી દિલ્હી, 10 જાન્યુઆરી (હિ.સ). ઝારખંડની રાજધાની રાંચીથી અલ કાયદાના શંકાસ્પદ આતંકવાદી શાહબાઝ અંસારીની ધરપકડ કરવામાં આવી છે. શાહબાઝ અંસારીની શુક્રવારે ચાન્હોના ચિતરી ગામમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
કેસ નંબર 301/24 ના આરોપી શાહબાઝ અંસારીની, સ્પેશિયલ સેલ દિલ્હી અને એટીએસ ઝારખંડ ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. રાજ્યના એક વરિષ્ઠ અધિકારી દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / વિકાસ કુમાર પાંડે / ચંદ્ર પ્રકાશ સિંહ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ