નવી દિલ્હી, 10 જાન્યુઆરી (હિ.સ.) ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી
યોગી આદિત્યનાથ શુક્રવારે પ્રયાગરાજમાં ઓલ ઈન્ડિયા રેડિયોની, ખાસ 'કુંભવાણી' ચેનલ (એફએમ 103.5 મેગાહર્ટઝ) અને 'કુંભ મંગલ' ધૂનનું ઉદ્ઘાટન
કરશે.
કુંભના સમગ્ર સમયગાળા દરમિયાન, ઓલ ઈન્ડિયા
રેડિયોની કુંભવાણી ચેનલ પ્રયાગરાજના પ્રત્યક્ષદર્શીઓના અનુભવોનું પ્રસારણ કરીને
મહાકુંભની પરંપરાને પ્રોત્સાહન આપશે અને ભક્તોને મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડશે. આ
ઐતિહાસિક પ્રસંગે, કેન્દ્રીય માહિતી
અને પ્રસારણ રાજ્યમંત્રી ડૉ. એલ. મુરુગન પણ ઓનલાઈન માધ્યમથી કાર્યક્રમમાં જોડાશે.
માહિતી અને પ્રસારણ
મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે,” જાહેર સેવા પ્રસારણકર્તા પ્રસાર ભારતીની આ
પહેલ ભારતમાં શ્રદ્ધાની ઐતિહાસિક પરંપરાને પ્રોત્સાહન આપશે એટલું જ નહીં, પરંતુ ભક્તોને
મહત્વપૂર્ણ માહિતી પણ પૂરી પાડશે અને તેમને ઘરે બેઠા સાંસ્કૃતિક કાર્યક્રમોનો
અનુભવ કરાવવામાં પણ સક્ષમ બનાવશે.”
કુંભવાણી ચેનલ ૧૦ જાન્યુઆરીથી ૨૬ ફેબ્રુઆરી સુધી દરરોજ
સવારે ૫:૫૫ થી રાત્રે ૧૦:૦૫ વાગ્યા સુધી પોતાની સેવાઓ પૂરી પાડશે. આ સમયગાળા
દરમિયાન, મુખ્ય સ્નાન
ઉત્સવો (૧૪ જાન્યુઆરી, ૨૯ અને ૩
ફેબ્રુઆરી) ના પ્રત્યક્ષદર્શીઓના અહેવાલો પણ પ્રસારિત કરવામાં આવશે.”
કુંભ ક્ષેત્રની પ્રવૃત્તિઓ પર દૈનિક લાઇવ રિપોર્ટિંગ સાથે,સાંસ્કૃતિક વારસા
પર ખાસ પ્રસ્તુતિ:'
-શિવ મહિમા' સિરિયલ અનેભારતીય
સાંસ્કૃતિક વારસા પર આધારિત વિશેષ કાર્યક્રમોનું પ્રસારણ કરવામાં આવશે.
-આ કાર્યક્રમો ઉપરાંત, યુવાનો, મહિલાઓ અને
આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓ પર વિશેષ પ્રસ્તુતિઓ,
-યાત્રા, આરોગ્ય, સ્વચ્છતા, ખોવાયેલ અને મળેલ વસ્તુઓ અને શું કરવું અને શું ન કરવું તે
સંબંધિત માહિતી પણ આપવામાં આવશે.
ઓલ ઈન્ડિયા રેડિયોએ હંમેશા જાહેર પ્રસારણકર્તાની ભૂમિકા
ભજવી છે અને ભારતીય સાંસ્કૃતિક વારસો અને પરંપરાઓને પ્રોત્સાહન આપ્યું છે.
કુંભવાણી ચેનલે ૨૦૧૩ના કુંભ અને ૨૦૧૯ના અર્ધ-કુંભ દરમિયાન, શ્રોતાઓમાં લોકપ્રિયતા
મેળવી હતી. એ જ પરંપરાને આગળ ધપાવતા, આ ખાસ ચેનલ મહાકુંભ 2025 માટે ફરીથી સ્થાપિત કરવામાં આવી છે.
આ કાર્યક્રમમાં પ્રસાર ભારતીના અધ્યક્ષ ડૉ. નવનીત કુમાર
સહગલ, મુખ્ય કાર્યકારી
અધિકારી ગૌરવ દ્વિવેદી, ઓલ ઈન્ડિયા
રેડિયોના મહાનિર્દેશક ડૉ. પ્રજ્ઞા પાલીવાલ, દૂરદર્શનના મહાનિર્દેશક કંચન પ્રસાદ અને અન્ય વરિષ્ઠ
અધિકારીઓ હાજર રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ