ગીર સોમનાથ એક્સપાઇર થયેલ દવાઓ તથા ખાર્ધ પદાર્થો તથા સીરપના જથ્થા સાથે, પકડીપાડતી તાલાલા પોલીસ
ગીર સોમનાથ 14 જાન્યુઆરી (હિ.સ.) જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા પોલીસ અધિક્ષક .મનોહરસિંહ જાડેજા ગીર સોમનાથ તથા નાયબ પોલીસ અધિક્ષક વિ.આર.ખેંગાર વેરાવળ વિભાગ વેરાવળ નાઓ દ્વારા પો.સ્ટે. વિસ્તારમાં લોકોના આરોગ્ય તથા ખાર્ધ પદાર્થ સાથે ચેડા કરી
ગીર સોમનાથ એક્સપાઇર થયેલ દવાઓ તથા ખાર્ધ પદાર્થો તથા સીરપના જથ્થા સાથે, પકડીપાડતી તાલાલા પોલીસ


ગીર સોમનાથ 14 જાન્યુઆરી (હિ.સ.) જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા પોલીસ અધિક્ષક .મનોહરસિંહ જાડેજા ગીર સોમનાથ તથા નાયબ પોલીસ અધિક્ષક વિ.આર.ખેંગાર વેરાવળ વિભાગ વેરાવળ નાઓ દ્વારા પો.સ્ટે. વિસ્તારમાં લોકોના આરોગ્ય તથા ખાર્ધ પદાર્થ સાથે ચેડા કરી આરોગ્યને ખુબજ ગંભીર પ્રકારે નુકશાન કરતા વિક્રેતા દુકાન દ્રારોને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સખત સુચના આપેલ હોય જે અનુસંધાને

તાલાલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન.ગઢવીની સુચના તેમજ માર્ગદર્શન મુજબ, ટાઉન બીટ ઇન્ચાર્જ પો.હેડ.કોન્સ આર.વી.પરમાર તથા પો.હેડ.કોન્સ એચ.પી.ભેડા તથા એ.એસ.આઇ આર.પી.ડોડીયા તથા પો.કોન્સ રજનીભાઇ દેંદાભાઇ મોરી તથા પો.કોન્સ નિર્મળસિંહ હરસુરસિંહ સિસોદીયા તથા પો.કોન્સ અનીલભાઈ દાનાભાઈ સાંખટએ રીતેના પોલીસ સ્ટાફના માણસો ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા, તે દરમ્યાન પો.હેડ.કોન્સ આર .વી.પરમાર તથા પો.કોન્સ રજનીભાઈ દેદાભાઈ મોરીને સંયુક્ત બાતમી હકીકત મળેલ કે, તાલાલા-ગુંદરણ જતા રસ્તા ઉપર આવેલ શિવ મેડીકલ દુકાનમાં એકસપાઈર થયેલ દવાઓ તથા ખાધ પદાર્થો તથા સીરપના જથ્થાનુ વેચાણ કરેલ છે.

તે હકીકત આધારે રેઇડ કરતા નીચે મુજબ મુદામાલ કબ્જે કરેલ છે. જેથી મજકુર ઇસમ વિરૂધ્ધ તાલાલા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

> દુકાન માલીક: >

મુકેશભાઈ ભીખાભાઈ જોષી, જાતે બ્રાહણ ઉ.વ.૪૦ ધંધો.વેપાર રહે તાલાલા બાલમુંકુદ સોસાયટી તા.તાલાલા જી.ગીર સોમનાથ

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande