મોડાસા, 15 જાન્યુઆરી (હિ.સ.) અરવલ્લી જિલ્લાના ભારતીય કિસાન સંઘના નવિન હોદ્દેદારોની નિમણુંક કરાઈ છે. તા. ૧૩/૦૧/૨૦૨૫ ને સોમવારના રોજ મોડાસા સહકારી જીનમાં ભારતીય કિસાન સંઘની વિશેષ બેઠક યોજાઈ હતી.અખિલ ભારતીય મંત્રી બાબુભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ પ્રતિનિધિ શામળભાઈ પટેલ, અમૃતભાઈ પટેલ, જીવાભાઈ લટ્ટા, અરવલ્લી જિલ્લાના પુર્વ પ્રભારી - કુમારી કલ્પનાબેનની ઉપસ્થિતિ દરમિયાન વિશેષ બેઠકમાં અરવલ્લી જિલ્લાના નવનિયુંક્ત પ્રભારી - દિલીપસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા.સૌ-પ્રથમ કિસાન ગીતથી કાર્યક્રમની શરૂઆત કરી ત્યાર બાદ મહેમાનોનો ને કુલ છડીથી સ્વાગત, દિપ પ્રાગટ્ય કરીને બેઠકની શરૂઆત કરી હતી.અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાના પ્રમુખ, મંત્રી, કોષાધ્યક્ષ, દરેક તાલુકાના સક્રિય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.મહેમાનો દ્વારા સંગઠન અને કાર્યોની ઉંડી સમજ આપી હતી.ત્યાર બાદ જુની સમિતિનું વિસર્જન કરીને નવી સમિતિનું ગઠન કર્યું હતું.અરવલ્લી જિલ્લાના ભારતીય કિસાન સંઘ અધ્યક્ષ પદે અમૃતભાઈ પી. પટેલ, ભિલોડા મંત્રી પદે દિલીપભાઈ કે. પટેલ, ધનસુરા અને કોષાધ્યક્ષ પ્રેમજીભાઈ ડી.પટેલ, મેઘરજની નિમણુંક કરાઈ હતી.આગામી ત્રણ વર્ષ માટે નવીન સમિતિ કાર્યભાર સંભાળશે, કિસાનો ના શક્ય એટલા પડતર પ્રશ્નો ને ઉકેલવાનો પ્રયત્ન કરશે એવી આશા સાથે સૌ-કોઈ કાર્યકરોએ ભોજન - પ્રસાદ લઈને બેઠકને પરીપુર્ણ કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ