મોડાસા, 15 જાન્યુઆરી (હિ.સ.). ભિલોડા ભારત વિકાસ પરિષદ શાખા પરીવાર તરફથી નારણપુર - નારસોલી પ્રાથમિક શાળામાં ઉત્તરાયણ ના પવિત્ર પાવન પર્વ નિમિત્તે વિદ્યાર્થીઓને પતંગ અને ચીકી વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. ભિલોડા ભારત વિકાસ પરિષદ શાખા પ્રમુખ પ્રણવભાઈ પંચાલ, મંત્રી મહિપતસિંહ રાઠોડ, નારણપુર - નારસોલી પ્રાથમિક શાળાના આચાર્ય - જગદીશભાઈ પગી, સ્ટાફ પરીવાર, મુકેશભાઈ પંચાલ, હર્ષદભાઈ સોની, ભરતભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ