પાટણ, 15 જાન્યુઆરી (હિ.સ.)
શ્રી સમસ્ત મોઢ- મોદી સમાજ, સિધ્ધપુર દ્વારા આયોજિત ૩૬માં સ્નેહમિલન - શૈક્ષણિક પ્રોત્સાહન - સત્કાર સમારંભ કાર્યક્રમ યોજાયો હતો જેમા કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે હાજરી આપી હતી.સ્નેહમિલન કાર્યક્રમમાં સમાજના લોકો જોડે સંવાદનો અવસર ખૂબ આનંદપૂર્ણ બની રહ્યો.
સમસ્ત મોઢ - મોદી સમાજ હજી વધુ આગળ વધી રાજ્ય અને રાષ્ટ્રના નિર્માણમાં શ્રેષ્ઠ યોગદાન આપે, તેવી શુભેચ્છા પાઠવી.આ કાર્યક્રમમાં સંસ્થાના અધ્યક્ષ - મહેન્દ્રભાઈ મોઢ, પ્રમુખ - ભરતભાઈ મોઢ, અને મંત્રી હિતેશભાઈ મોઢ તેમજ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર