ગીર સોમનાથ 15 જાન્યુઆરી (હિ.સ.) :જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સીધી દેખરેખ હેઠળ ભૂસ્તર ખાતાની ક્ષેત્રિય ટીમ દ્વારા વેરાવળ તાલુકાના મલોંઠા ખાતેથી હાર્ડ મુરમના ૩(ત્રણ) ટ્રેક્ટર તેમજ વેરાવળના ડારી ટોલ પ્લાઝા પાસેથી બિલ્ડિંગ લાઈમ સ્ટોનનું ૧(એક) ટ્રેક્ટર સહિત કુલ -૪(ચાર) વાહનોને ગેરકાયદેસર વહન સબબ અટકાયત કરીને આશરે રૂ. ૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ