જુનાગઢ શ્રી સ્વામિનારાયણ મંદિર ઝાંઝરડા રોડ, જૂનાગઢ આયોજીત ભવ્ય શાકોત્સવ ની ઉજવણી કરવામાં આવી.
જુનાગઢ, 15 જાન્યુઆરી (હિ.સ.) શ્રી સ્વામિનારાયણ મંદિર જૂનાગઢ વંથલી ગુરૂકુળ સંચાલિત ઝાંઝરડા રોડ, જૂનાગઢ દ્વારા આયોજિત તા.૧૨/૧/૨૦૨૫ ના રોજ સાંજે ૫.૩૦ કલાક થી ભવ્ય શાકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, આ સમયે સખત ઠંડી હોવા છતાં શ્રધ્ધાળુ ભાવિકો, હરિભક્તો ભા
જુનાગઢ શ્રી સ્વામિનારાયણ મંદિર ઝાંઝરડા રોડ, જૂનાગઢ આયોજીત ભવ્ય શાકોત્સવ ની ઉજવણી કરવામાં આવી.


જુનાગઢ, 15 જાન્યુઆરી (હિ.સ.) શ્રી સ્વામિનારાયણ મંદિર જૂનાગઢ વંથલી ગુરૂકુળ સંચાલિત ઝાંઝરડા રોડ, જૂનાગઢ દ્વારા આયોજિત તા.૧૨/૧/૨૦૨૫ ના રોજ સાંજે ૫.૩૦ કલાક થી ભવ્ય શાકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, આ સમયે સખત ઠંડી હોવા છતાં શ્રધ્ધાળુ ભાવિકો, હરિભક્તો ભાઈઓ તથા બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ‌શાત ચિતે ધર્મ સભાનો લાભ લીધો હતો.

જેમાં પ.પૂ. ગુરુવર્ય દેવપ્રસાદદાસજી સ્વામી – વંથલી ગુરુકુળ,પ.પૂ. શ્રી ભગવતસ્વામી -ઝાંઝરડા રોડ મંદિર,પ.પૂ. કો. ભક્તિસ્વામી – ઝાંઝરડા રોડ મંદિર,પ.પૂ. શા. વ્રજવલ્લભસ્વામી – રાજકોટ ઉદયનગર મંદિર, પ.પૂ. કો. પ્રેમ સ્વરૂપસ્વામી – વંથલી ગુરુકુળ તથા અન્ય સંત મંડળ ના સંતો વગેરે એ, સ્વામિનારાયણ સંપ્રદાયનો મહિમા વર્ણવ્યો હતો તથા સનાતન હિન્દુ ધર્મ નું આચરણ કરવા સંતો એ બોધ આપ્યો હતો, અને આરતી બાદ સૌએ શાકોત્સવનો ભોજન પ્રસાદ ગ્રહણ કરી બધા છુટા પડ્યા હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande