ગીર સોમનાથ, 15 જાન્યુઆરી (હિ.સ.)
તાલાલા તાલુકાના માધુપુર ગીર ગામના બાળકો તથા શેરડી કટાઈની કામગીરી સાથે આજીવિકા મેળવવા બહારથી આવેલ પરપ્રાતિય શ્રમજીવીઓ જે ગામડામાં અંતરીયાળ દિવસ રાત રહેતા હોય તેવા નોંધારા ગરીબ શ્રમજીવીઓને, દર વર્ષની જેમ આ વર્ષે પણ તાલાલા તાલુકાના માધવપુર ગીર ગામના યુવા અગ્રણી વિજયભાઈ હિરપરાએ બાળકોને કપડા તથા નાસ્તાનું વિતરણ કર્યું હતું તાલાલા તાલુકાના માધુપુર ગીર ગામે બે દાયકા જૂની પરંપરા પ્રમાણે મકરસંક્રાંતિની ઉજવણી પ્રસંગે પરપ્રાંતિય શ્રમજીવી પરિવાર તથા ગામના ૩૦૦ બાળકોને ભોજન કરાવી વિવિધ ૧૫ જાતની વસ્તુઓની લ્હાણી આપવામાં આવી હતી.ગામના ,પાટીદાર અગ્રણી વિજયભાઈ હિરપરા,દેવજીભાઈ ઠુંમર, કાળુભાઈ ડોબરીયાની રાહબરી હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં સમસ્ત ગામના તમામ સમાજના લોકો સહભાગી થયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ