રાજપીપલા, 15 જાન્યુઆરી (હિ.સ.). નર્મદા જિલ્લા કલેકટર શ્રી એસ. કે. મોદીની અધ્યક્ષતામાં તા. 18મી જાન્યુઆરીના, 2025 ને શનિવારના રોજ બપોરે 12.30 કલાકે કલેકટર કચેરીના, કોન્ફરન્સ હોલમાં નર્મદા જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાશે.
આ બેઠકમાં પુરવઠા અંગે નિયમિત્તા અને તપાસણી, જિલ્લા/તાલુકાવાર યોજનાવાર રેશનકાર્ડ,જાહેર વિતરણ યોજના હેઠળ નર્મદા જિલ્લામાં થયેલું વિતરણ, મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુકક્ષા અધિકારીશ્રીઓની કચેરી નર્મદા દ્વારા કરવામાં આવેલી કામગીરી, ડેઝીન્ગ્રેટેડ ઓફિસર ખોરાક અને ઔષધિ નિયમનતંત્ર ભરૂચ તરફ્થી ફુડ સેફ્ટી એંન્ડ સ્ટાન્ડર્ડ એકટ-2006 હેઠળ કરવામાં આવેલ કામગીરી, ગ્રાહક સુરક્ષાના કેસોની સમીક્ષા કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / બિનોદ પાંડેય