નવી દિલ્હી, 15 જાન્યુઆરી (હિ.સ.) ટાટાની આગેવાની હેઠળની એર ઇન્ડિયા
વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક મેળા, મહા કુંભ મેળા 2025 દરમિયાન દિલ્હી અને પ્રયાગરાજ વચ્ચે, દૈનિક ફ્લાઇટ્સનું
સંચાલન કરશે. હવાઈ મુસાફરીની વધતી માંગને ધ્યાનમાં રાખીને, એર ઈન્ડિયાએ
દિલ્હી અને પ્રયાગરાજ વચ્ચે કામચલાઉ દૈનિક ફ્લાઇટ સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે.
એર ઇન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે,” આ રૂટ પર માંગ
વધવાની સાથે, એરલાઇન 25 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી, 2025 સુધી,
ફ્લાઇટ્સનું સંચાલન કરશે. તેનો ઉદ્દેશ્ય વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક મેળાવડા
દરમિયાન તીર્થયાત્રાની વધતી માંગને પૂર્ણ કરવાનો છે.જે વિશ્વભરમાંથી
લાખો ભક્તોને આકર્ષે છે. આ ફ્લાઇટ્સ સાથે, એર ઇન્ડિયા તેના ગ્રાહકો માટે બે શહેરો વચ્ચે એકમાત્ર
પૂર્ણ-સેવા ફ્લાઇટ વિકલ્પ લઈને આવી છે.”
આનાથી મુસાફરોનો સમય બચશે અને સારી કનેક્ટિવિટી મળશે. ખાસ
વાત એ છે કે, આ રૂટ પર એર ઇન્ડિયા એકમાત્ર પૂર્ણ સેવા એરલાઇન હશે, જે મુસાફરોને
પ્રીમિયમ અને ઇકોનોમી બંને વિકલ્પો પ્રદાન કરશે. ઇકોનોમી ક્લાસ ઉપરાંત, આ વિમાનોમાં
પ્રીમિયમ કેબિનનો વિકલ્પ પણ હશે. આનાથી ભારતના વિવિધ ભાગો તેમજ ઉત્તર અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને
દક્ષિણ પૂર્વ એશિયાના ઘણા દેશોના ભક્તોને સરળ જોડાણ મળશે.
દિલ્હી અને પ્રયાગરાજ ફ્લાઇટ શેડ્યૂલ-
એર ઇન્ડિયાના જણાવ્યા અનુસાર,” 25 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી: ફ્લાઇટ દિલ્હીથી 14:10 વાગ્યે ઉપડશે
અને 15:20 વાગ્યે
પ્રયાગરાજ પહોંચશે. પરત ફરતી ફ્લાઇટ પ્રયાગરાજથી 16:00 વાગ્યે ઉપડશે અને 17:10 વાગ્યે દિલ્હી
પહોંચશે.
ત્યારબાદ, ૧ ફેબ્રુઆરીથી ૨૮ ફેબ્રુઆરી સુધી: ફ્લાઇટ દિલ્હીથી બપોરે
૧:૦૦ વાગ્યે ઉપડશે અને બપોરે ૧:૧૦ વાગ્યે પ્રયાગરાજ પહોંચશે. પરત ફરતી ફ્લાઇટ
પ્રયાગરાજથી 14:50 વાગ્યે ઉપડશે
અને 16:00 વાગ્યે દિલ્હી
પહોંચશે.”
દિલ્હી અને પ્રયાગરાજ ટિકિટ બુકિંગ-
દિલ્હીથી પ્રયાગરાજ અને પ્રયાગરાજથી દિલ્હી વચ્ચે, એર
ઇન્ડિયાની ફ્લાઇટ્સનું બુકિંગ એરલાઇનની વેબસાઇટ, મોબાઇલ એપ્લિકેશન અને ટ્રાવેલ એજન્ટો દ્વારા
કરી શકાય છે. મહાકુંભને કારણે મુસાફરીની ભારે માંગ હોઈ શકે છે, તેથી મુસાફરોએ
શક્ય તેટલી વહેલી તકે ફ્લાઇટ બુકિંગ માટે આ ચેનલોનો ઉપયોગ કરવો જોઈએ.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ