નારાયણપુર/રાયપુર,નવી દિલ્હી, 15 જાન્યુઆરી
(હિ.સ.) છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં બુધવારે ત્રણ ડઝનથી વધુ ઘટનાઓમાં, 32 લાખ રૂપિયાનું
ઇનામ ધરાવતા ચાર નક્સલીઓએ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું.
નારાયણપુરના પોલીસ અધિક્ષક પ્રભાત કુમારે મીડિયાને જણાવ્યું
હતું કે,” આત્મસમર્પણ કરનારા નક્સલીઓમાં એક દંપતી પણ હતું. આત્મસમર્પણ કરનારા
નક્સલીઓએ પોલીસને જણાવ્યું હતું કે,’ તેઓએ આત્મસમર્પણ કર્યું કારણ કે, તેઓ
ખોખલી અને અમાનવીય માઓવાદી વિચારધારા અને વરિષ્ઠ કેડર
દ્વારા, નિર્દોષ આદિવાસીઓના શોષણથી નિરાશ થયા હતા.’
જિલ્લા પોલીસ દ્વારા શરૂ
કરાયેલા 'નિયા પોલીસ નિયા
નાર' (આપણું ગામ, આપણું પોલીસ)
શરણાગતિ અને પુનર્વસન અભિયાનથી પણ તેઓ પ્રભાવિત થયા છે. આત્મસમર્પણ કરનારા
નક્સલીઓમાં ગાંધી તાતી ઉર્ફે અરબ ઉર્ફે કમલેશ (35 વર્ષ) અને મૈનુ ઉર્ફે હેમલાલ કોર્રામ (35 વર્ષ) નક્સલીઓની
વિભાગીય સમિતિના સભ્યો હતા. અન્ય બે આત્મસમર્પણ કરનારા નક્સલીઓમાં રણજીત ઉર્ફે
લેકામી ઉર્ફે અર્જુન (30 વર્ષ) અને તેની
પત્ની કાજલ (28 વર્ષ)નો પણ
સમાવેશ થાય છે.”
પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે,” પડોશી બીજાપુર જિલ્લાના
રહેવાસી કમલેશે, માડ ડિવિઝન અને માઓવાદીઓના, નેલનાર વિસ્તાર સમિતિમાં વિવિધ હોદ્દાઓ
પર કામ કર્યું હતું. આઠ વર્ષથી, નારાયણપુરના નેલનાર વિસ્તારના 50 થી વધુ ગામોમાં,
આતંક ફેલાયેલો છે. તે 2010 માં તત્કાલીન
દાંતેવાડા જિલ્લામાં (હવે સુકમા સ્થિત) તાડમેટલા હત્યાકાંડમાં, કથિત રીતે સામેલ
હતો.જેમાં 76 સુરક્ષા
કર્મચારીઓએ જીવ ગુમાવ્યા હતા.”
હિન્દુસ્થાન સમાચાર / કેશવ કેદારનાથ શર્મા / સીપી સિંહ /
પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ