સગર્ભાવસ્થા દરમિયાન મને આ પૌષ્ટિક લાડુ ખાવાથી, ક્યારેય કમજોરી આવી નથી -ગીતાબેન ઠાકોર
ગાંધીનગર, 15 જાન્યુઆરી (હિ.સ.) : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે ગોલથરા ગામની મુલાકાત લઈ સગર્ભા મહિલાઓને સ્વહસ્તે પૌષ્ટિક લાડુનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે ગામના લાભાર્થી બહેનોએ તેમનો આભાર વ્યક્ત કર્યો. બીજી વાર પણ સગર્ભાવસ્થા દરમિય
ગીતાબેન ઠાકોર


ગાંધીનગર, 15 જાન્યુઆરી (હિ.સ.) :

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે ગોલથરા ગામની મુલાકાત લઈ સગર્ભા મહિલાઓને સ્વહસ્તે પૌષ્ટિક લાડુનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે ગામના લાભાર્થી બહેનોએ તેમનો આભાર વ્યક્ત કર્યો.

બીજી વાર પણ સગર્ભાવસ્થા દરમિયાન પૌષ્ટિક લાડુનો લાભ મેળવતા ગીતાબેન ઠાકોરે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી નો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, હું જ્યારે પ્રથમ વખત સગર્ભા હતી ત્યારે પણ પ્રથમ માસથી જ મને આ પૌષ્ટિક લાડુનો લાભ મળ્યો હતો.અને ફરી બીજી વખત સગર્ભા બનતા હૂં આ પૌષ્ટિક લાડુનું નિયમિત સેવન કરું છું, જેના કારણે પહેલા પણ હું પોતે સ્વસ્થ અને તંદુરસ્ત માતા બની અને તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો છે.અને ફરી વાર સગર્ભા બનતા દર 15 દિવસે મને આ લાડુનો લાભ મળે છે. આ લાડુ એટલા પૌષ્ટિક હોય છે કે બંને વખતની સગર્ભાવસ્થા દરમિયાન મને ક્યારેય કમજોરી આવી નથી કે ક્યારેય અપુરતા પોષણની કોઈ જ ફરિયાદ નથી થઈ.અમારા જેવી જરુરત મંદ મહિલાઓને આ પૌષ્ટિક આહાર થકી દેખરેખ રાખવા બદલ અમિતભાઈ શાહનો ખુબ ખુબ આભાર.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande