ઉધના રેલવે સ્ટેશનથી નિલગીરી સર્કલ તરફ જતા ઓવર બ્રિજ ઉપર પ્રતિબંધ
સુરત, 15 જાન્યુઆરી (હિ.સ.)-સુરત રેલ્વે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ નં.-02 તથા 03ના રીનોવેશનની કામગીરી પ્રગતિ હેઠળ હોવાથી વૈકલ્પિક વ્યવસ્થાના ભાગ રૂપે 100 જેટલી ટ્રેનો તા.08મી જાન્યુઆરીથી ઉધના રેલ્વે સ્ટેશન પર ડાઈવર્ટ કરવામાં આવી છે. આ વિસ્તારમાં સરળ ટ્રા
ઉધના રેલવે સ્ટેશનથી નિલગીરી સર્કલ તરફ જતા ઓવર બ્રિજ ઉપર પ્રતિબંધ


સુરત, 15 જાન્યુઆરી (હિ.સ.)-સુરત રેલ્વે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ નં.-02 તથા 03ના રીનોવેશનની કામગીરી પ્રગતિ હેઠળ હોવાથી વૈકલ્પિક વ્યવસ્થાના ભાગ રૂપે 100 જેટલી ટ્રેનો તા.08મી જાન્યુઆરીથી ઉધના રેલ્વે સ્ટેશન પર ડાઈવર્ટ કરવામાં આવી છે. આ વિસ્તારમાં સરળ ટ્રાફિક નિયમન સરળતાથી ચાલે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતિ જળવાઇ રહે તે હેતુથી ઈન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ જામીરે એક જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.

જાહેરનામા અનુસાર ડો.બાબાસાહેબ આંબેડકર સ્ટેચ્યુની સામે ત્રણ રસ્તાથી રોડ નં.’0’ ઉપરની હોટલ સુર્યા ત્રણ રસ્તા તરફ કોઈ પણ પ્રકારના વાહનો જઈ શક્શે નહીં. તેમજ ઉધના રેલવે સ્ટેશનથી નિલગીરી સર્કલ તરફ જતા ઓવર બ્રિજ ઉપર બીજા અન્ય હુકમ ન થાય ત્યાં સુધી તમામ પ્રકારના ભારે, માલવાહક વાહનો તથા ખાનગી મોટી લકઝરી બસોને બંન્ને તરફ અવર-જવર કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. પરંતુ જાહેરનામાંથી પ્રતિબંધિત હોય તે સિવાયના તમામ વાહનો જઈ શક્શે.

વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ભારે, માલવાહક વાહનો તથા ખાનગી મોટી લકઝરી બસો નિલગીરી સર્કલ તરફથી ઉધના રેલ્વે સ્ટેશન ઓવર બ્રિજ ઉપર થઇ ઉધના રેલ્વે સ્ટેશન તરફ અવર જવર કરતા મહારાણા પ્રતાપથી ગોડાદરા ચાર રસ્તાથી સાંઇ પોઇન્ટ ચાર રસ્તાથી જમણી બાજુવળી ભરવાડનગર થઇ સીધા આગળ જઇ ઉધના-નવસારી મેઇન રોડ તરફ જઇ શકશે. નિલગીરી સર્કલ તરફથી ઉધના રેલ્વે સ્ટેશન ઓવર બ્રિજ ઉપર થઇ ઉધના રેલ્વે સ્ટેશન તરફ આવતા ભારે વાહનો નિલગીરી સર્કલથી લીંબાયત સંજયનગર સર્કલથી ડાબી બાજુવાળી સીધા આગળ જઇ ડુંભાલ ફાયર સ્ટેશનથી ડાબી બાજુવળી આગળ જઇ જમણી બાજુવળી સમ્રાટ ચાર રસ્તાથી કેનાલ રોડ રોકડિયા ચાર રસ્તા તરફ જઇ શકશે. ઉધના નવસારી મેઇન રોડથી ઉધના રેલ્વે સ્ટેશન ઓવર બ્રિજ ઉપરથી નિલગીરી સર્કલ તરફ જતા ભારે વાહનો ઉધના-નવસારી રોડ ઉધના ત્રણ રસ્તાથી થોડે આગળ જઇ ડિંડોલી તરફ જતા RCC નવો રોડ ઉપર થઇ સીધા ડિંડોલી તરફ જઇ શકશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande