કેલ્વીકુવા ગામે કુદરતી હાજતે જતા યુવાનને ફોરવીલ ગાડીની અડફેટમાં થયું મૃત્યુ
-મૃતક મધ્યપ્રદેશથી તેના માસીના દીકરા સાથે રહી મજૂરી કરતો હતો -નેત્રંગ સરકારી દવાખાને સારવાર માટે લઈ ગયેલ પરંતુ પૂરતી સારવાર નહિ આપતા ઘરે લાવતા ઊંઘમાં થયું મૃત્યુ -અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધી પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે ભરૂ
કેલ્વીકુવા ગામે કુદરતી હાજતે જતા યુવાનને ફોરવીલ ગાડીની અડફેટમાં થયું મૃત્યુ


-મૃતક મધ્યપ્રદેશથી તેના માસીના દીકરા સાથે રહી મજૂરી કરતો હતો

-નેત્રંગ સરકારી દવાખાને સારવાર માટે લઈ ગયેલ પરંતુ પૂરતી સારવાર નહિ આપતા ઘરે લાવતા ઊંઘમાં થયું મૃત્યુ

-અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધી પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

ભરૂચ 15 જાન્યુઆરી (હિ.સ.). કેલ્વીકુવા ગામનો શ્રમજીવી યુવક રાત્રી સમયે કુદરતી હાજતે રસ્તો ક્રોસ કરી જતો હતો ત્યારે કોઈ અજાણ્યા ફોર વીલ ચાલકે તેને અડફેટમાં લઈ અકસ્માત કર્યો હતો.અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે નેત્રંગ સરકારી દવાખાને લઇ જવાયો હતો ત્યાં પ્રાથમિક સારવાર લીધા બાદ ઘરે ગયેલ હતા જ્યારે પથારીમાં સૂતેલા આ યુવકનું વહેલી સવારે મોત ઊંઘમાજ મૃત્યુ હતું .

નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગામે રાત્રે આઠ વાગ્યાના અરસામાં કુદરતી હાજતે ગયેલ શ્રમજીવી યુવકને એક ફોરવીલ ગાડીએ અડફેટમાં લેતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવની નેત્રંગ પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ મુળ મધ્યપ્રદેશનો અને હાલ નેત્રંગના કેલ્વીકુવા ખાતે રહેતો ભમરસિંહ થાવરીયા મેડા નામના યુવકનો પરિવાર કેલ્વીકુવા ખાતે મજુરીકામ કરે છે. ભમરસિંહની સાથે તેની માસીનો દીકરો મોનુ ધના ભાભોર પણ રહેતો હતો.ગતરોજ રાત્રીના 7.30 વાગ્યાના અરસામાં મોનુ રાતના કુદરતી હાજતે જવા નીકળ્યો હતો. ત્યારબાદ રાતના આઠ વાગ્યાના અરસામાં ભમરસિંહને ખબર મળી હતી કે અજાણ્યા ફોરવીલ ગાડીના ચાલકે મોનુને અડફેટમાં લેતા ઇજાગ્રસ્ત થયો હતો. ઇજાગ્રસ્ત થતાં તેને નેત્રંગ સરકારી દવાખાને સારવાર માટે લઇ જવાયો હોવાની જાણ થતાં ભમરસિંહ સરકારી દવાખાને ગયો હતો. ઇજાગ્રસ્ત 19 વર્ષીય મોનુને માથાના પાછળના ભાગે અને શરીરના અન્ય ભાગોમાં ભારે ઈજા થઈ હતી. દવાખાનાના તબીબે વધુ સારવાર માટે દાખલ થવા જણાવેલ હતું પરંતુ આ લોકોએ પ્રાથમિક સારવાર બાદ દવાખાનેથી વધુ સારવાર લીધા વિના ઘરે લઈને જતા રહ્યા હતા.ઈજાગ્રસ્ત રાત્રીના પથારીમાં સૂતો હતો સવારના ચારેક વાગ્યાના સમયે સુતેલા મોનુને જગાડવાનો પ્રયત્ન કરવા જતાં તે જાગ્યો નહિ તપાસ કરતા તેનું ઊંઘમાં જ મૃત્યુ થઈ ગયું હતું.

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande