પાટણ, 15 જાન્યુઆરી (હિ.સ.) પાટણ શહેરમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી 30 જેટલા પક્ષીઓના મોત થયા. આ ઘટનાને પગલે, જીવદયા પ્રેમીઓએ લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી મૃત પક્ષીઓની અંતિમયાત્રા યોજી. રેલવે સ્ટેશનથી ત્રણ દરવાજા સુધી કાઢવામાં આવેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં જીવદયા પ્રેમીઓ જોડાયા અને પછી સરસ્વતી નદી કિનારે પક્ષીઓની અંતિમવિધિ કરવામાં આવી.
ઉત્તરાયણ દરમિયાન પક્ષીઓને થતી હાનિ પર ધ્યાન આકર્ષિત કરવું અને જનજાગૃતિ લાવવી, તે માટે શહેરમાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે વિશેષ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, પતંગની દોરીથી ઘવાયેલા પક્ષીઓ માટે તાત્કાલિક મદદ માટે હેલ્પલાઈનની વ્યવસ્થા પણ કરવામાં આવી. આ અનોખી પહેલનો મુખ્ય ઉદ્દેશ પુછાતો હતો કે લોકોમાં પક્ષીઓ પ્રત્યે સંવેદના અને ઉત્તરાયણ દરમિયાન તેમની સુરક્ષા અંગે જાગૃતિ લાવવી.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર