રાજપીપલા, 15 જાન્યુઆરી (હિ.સ.). નર્મદા જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવીના અધ્યક્ષતામાં તા. 18 મી જાન્યુઆરી, 2025 ને શનિવારના રોજ બપોરે 1:00 કલાકે નર્મદા જિલ્લા પંડિત દિનદયાલ ગ્રાહક મંડળ (સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનો) માટે જિલ્લા તકેદારી સમિતિની બેઠક યોજાશે.
આ બેઠકમાં જિલ્લામાં આવેલ ગ્રામ્ય, શહેરી અને તાલુકા તકેદારી સમિતિની ચર્ચા, પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર ખાતે આવશ્ય ચીજવસ્તુ પહોંચાડવા બાબત, પંડિત દિનદયાલ ગ્રાહક મંડળ (સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનો) પરથી વિતરણ કરવામાં આવતી આવશ્યક ચીજવસ્તુના નિયત ભાવ, પ્રમાણ જથ્થાના વિતરણ તથા ફરિયાદ અંગેની ચર્ચા કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / બિનોદ પાંડેય