ગીર સોમનાથ જિલ્લામાં આવેલ સોમનાથ મહાદેવને, તલોનો શૃંગાર કરવામાં આવ્યો હતો
ગીર સોમનાથ, 15 જાન્યુઆરી (હિ.સ.) સોમનાથ મહાદેવને મકરસંક્રાંતિના પાવન પર્વે તલોનો શૃંગાર કરવામાં આવ્યો હતો. તલ અને અન્નકૂટ મહાભોગ સાથે કરવામાં આવેલો શૃંગાર ના દર્શન કરી મોટી સંખ્યામાં ભક્તો ધન્ય બન્યા હતા. સોમનાથ મંદિરમાં મકરસંક્રાંતિના પુણ્ય કાળમાં
સોમનાથ મહાદેવ ને તલનો શૂગાર


ગીર સોમનાથ, 15 જાન્યુઆરી (હિ.સ.)

સોમનાથ મહાદેવને મકરસંક્રાંતિના પાવન પર્વે તલોનો શૃંગાર કરવામાં આવ્યો હતો. તલ અને અન્નકૂટ મહાભોગ સાથે કરવામાં આવેલો શૃંગાર ના દર્શન કરી મોટી સંખ્યામાં ભક્તો ધન્ય બન્યા હતા. સોમનાથ મંદિરમાં મકરસંક્રાંતિના પુણ્ય કાળમાં સૂર્યપૂજા,ગૌપુજા સહિત ધાર્મિક કાર્ય કરાયા

મકરસંક્રાંતિના પાવન પર્વ પર શ્રી સોમનાથ મહાદેવને આખા દિવસ દરમિયાન મહાદેવના શૃંગાર અભિષેક અને પૂજનમાં વિશેષ રૂપે સફેદ તલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેના દર્શન કરી દેશ વિદેશમાંથી આવતા શ્રદ્ધાળુઓ ધન્ય બન્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande