ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મૂળ દ્વારકા ખાતે, યોજાયેલા કાર્યક્રમમાં પર્યાવરણ બચાવવા પ્રાકૃતિક ખેતી અપનાવો
ગીર સોમનાથ 15 જાન્યુઆરી (હિ.સ.) ગીર સોમનાથ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, જ્યારે રાસાયણિક ખેતીમાં પેસ્ટીસાઈડ્સ અને યુરિયા-ડીએપી જેવા ખાતર વાપરવામાં આવે છે, ત્યારે રાસાયણિક ખાતરમાનું નાઈટ્રોજન હવામાંના ઓક્સિજન સાથે ભળે છે ત્યારે નાઈટ્રસ ઑક્સ
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મૂળ દ્વારકા ખાતે, યોજાયેલા કાર્યક્રમમાં પર્યાવરણ બચાવવા પ્રાકૃતિક ખેતી અપનાવો


ગીર સોમનાથ 15 જાન્યુઆરી (હિ.સ.)

ગીર સોમનાથ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, જ્યારે રાસાયણિક ખેતીમાં પેસ્ટીસાઈડ્સ અને યુરિયા-ડીએપી જેવા ખાતર વાપરવામાં આવે છે, ત્યારે રાસાયણિક ખાતરમાનું નાઈટ્રોજન હવામાંના ઓક્સિજન સાથે ભળે છે ત્યારે નાઈટ્રસ ઑક્સાઇડ નામનો ગેસ ઉત્પન્ન થાય છે. આ નાઈટ્રસ ઑક્સાઇડ હવામાંના કાર્બન ડાયોક્સાઈડથી 312 ઘણો વધુ ખતરનાક છે. જેથી વાતાવરણ બહોળા પ્રમાણમાં પ્રદૂષિત થાય છે.

આપણે પર્યાવરણને નુકસાન પહોંચાડીએ છીએ, ત્યારે ગ્લોબલ વૉર્મિંગ સર્જાય છે. બરફનાં તોફાન, જંગલમાં આગ લાગવી, વરસાદ ઓછો થવો, વરસાદ વધુ પડવો, સમુદ્રમાં તોફાન સર્જાવાં, અતિવૃષ્ટિ-અનાવૃષ્ટિ અને ભૂકંપ; આ સઘડું પર્યાવરણ બગાડવાનું પરિણામ છે. આ આફતભરી પરિસ્થિતિનું નિર્માણ ન થાય એ માટે સમજદારી દાખવવી જોઈએ અને પ્રાકૃતિક કૃષિ અપનાવવી જોઈએ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande