જૂનાગઢ ડૉ.સુભાષ મહિલા કોલેજમાં ઇનોવેશન ક્લબ દ્વારા તાલીમ યોજાઈ
જુનાગઢ 15 જાન્યુઆરી (હિ.સ.) ઇનોવેશન ક્લબ અંતર્ગત ડો. સુભાષ મહિલા આર્ટસ કોમર્સ એન્ડ હોમ સાયન્સ કોલેજ, જૂનાગઢ ખાતે ૨ દિવસીય ઇનોવેશન યોજાય હતી. જેમાં પ્રાસંગિક ઉદબોધન કૉલેજ પ્રિન્સિપાલ ડો.બલરામ ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં બલરામ ચાવડા સાહેબે ન
જૂનાગઢ ડૉ.સુભાષ મહિલા કોલેજમાં ઇનોવેશન ક્લબ દ્વારા તાલીમ યોજાઈ


જુનાગઢ 15 જાન્યુઆરી (હિ.સ.) ઇનોવેશન ક્લબ અંતર્ગત ડો. સુભાષ મહિલા આર્ટસ કોમર્સ એન્ડ હોમ સાયન્સ કોલેજ, જૂનાગઢ ખાતે ૨ દિવસીય ઇનોવેશન યોજાય હતી. જેમાં પ્રાસંગિક ઉદબોધન કૉલેજ પ્રિન્સિપાલ ડો.બલરામ ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં બલરામ ચાવડા સાહેબે નવી નવી જીવનનાશોધ કેવી ઉપયોગી થાય છે અને તેમાં આજના યુવા વિદ્યાર્થીઓ દ્વારા કેવું યોગદાન આપી શકાય છે તેમજ ઇનોવેશનની DIY કીટ નો કેવી રીતે ઉપયોગ કરી શકાય છે તે વાત વિદ્યાર્થીઓ વચ્ચે મૂકી હતી . આ તાલીમ દરમિયાન ઇનોવેશન ક્લબના કોલેજ કોર્ડીનેટર ડો. મહેશ કિકાણીએ આધુનિક શોધ માટે મળતી સરકારી સહાયની વાત કરી કૉલેજ વિદ્યાર્થી જો ગંભીરતા પૂર્વક આ તાલીમ કરશે તો પગભર થઈ શકશે.આ બે દિવસીય તાલીમ માસ્ટર ટ્રેનર વિવેક મિસ્ત્રી દ્વારા આપવામાં આવી હતી.

આ તકે સહ-કોર્ડીનેટર પ્રા. ચેતનાબેન ચુડાસમાએ પણ 02 દિવસ ઉપસ્થિત રહી વિદ્યાર્થી બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા. આ તાલીમ દરમિયાન સમગ્ર કોલેજ સ્ટાફ હાજર રહી વિદ્યાર્થી બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા. આ તાલીમમાં કોલેજની 60 વિદ્યાર્થીની બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ તાલીમમાં જુદી જુદી DIY કીટ દ્વારા વિવિધ સેન્સર અને તેના ઉપયોગો ટેલિસ્કોપ, એ.આર. ટેકનોલોજી, સોલાર પેનલ, મિકેનિકલ કીટ, ડ્રોનની ઉપયોગીતા વગેરે અંગે વિગતે માહિતી આપી નિદર્શન કરવામાં આવ્યું હતું. આ બે દિવસીય ઇનોવેશન તાલીમની સફળતા માટે સંસ્થાના ટ્રસ્ટી શ્રી જવાહરભાઈ ચાવડાએ સમગ્ર કોલેજ સ્ટાફ અને વિદ્યાર્થીની બહેનોને અભિનંદન પાઠવ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande