જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, દ્વારા “ગીર સાવજ” અડદના બિયારણ વેચાણની તા.૨૨ જાન્યુઆરી,૨૦૨૫ સુધીમાં ઓનલાઈન નોંધણી માટે ની અરજી કરવી.
જૂનાગઢ 15 જાન્યુઆરી (હિ.સ.) જૂનાગઢ તા.૧૫ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આગામી ઉનાળુ-૨૦૨૫ ઋતુમાં વાવેતર માટે અડદની GU-2 સર્ટીફાઈડ/ટ્રુથફુલ બિયારણના વેચાણ માટેની ઓનલાઈન નોંધણી માટેની અરજી જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીની વેબસાઈટ www.jau.in ઉપર તા.૧૩-૦૧-૨૦૨૫
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, દ્વારા “ગીર સાવજ” અડદના બિયારણ વેચાણની તા.૨૨ જાન્યુઆરી,૨૦૨૫ સુધીમાં ઓનલાઈન નોંધણી માટે ની અરજી કરવી.


જૂનાગઢ 15 જાન્યુઆરી (હિ.સ.) જૂનાગઢ તા.૧૫ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આગામી ઉનાળુ-૨૦૨૫ ઋતુમાં વાવેતર માટે અડદની GU-2 સર્ટીફાઈડ/ટ્રુથફુલ બિયારણના વેચાણ માટેની ઓનલાઈન નોંધણી માટેની અરજી જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીની વેબસાઈટ www.jau.in ઉપર તા.૧૩-૦૧-૨૦૨૫ થી તા.૨૨-૦૧-૨૦૨૫ સુધી કરવાની રહેશે.

ખેડૂતમિત્રોની જેમની અરજી મંજુર થશે તેઓને અરજીમાં રજીસ્ટર કરેલ મોબાઇલ નંબર ઉપર બિયારણના વેચાણ/વિતરણ અંગેની SMS થી જાણ કરવામાં આવશે. બિયારણનું વેચાણ મેગાસીડ, બીજ વિજ્ઞાન અને તકનીકી વિભાગ,જૂ.કૃ.યુ., જૂનાગઢ ખાતેથી કરવામાં આવનાર છે. ખેડૂતમિત્રોએ કરેલ ઓનલાઈન અરજી મુજબ અડદમાં વધુમાં વધુ ૨૦ બેગ (૪૦ કિ.ગ્રા.) મુજબ મળવાપાત્ર થશે. વધુ માહિતી માટે ઓનલાઈન અરજી કરવા માંગતા ખેડૂતભાઈઓએ જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીની વેબસાઈટ www.jau.in પર જઈ બિયારણ મેળવવા માટેની ઓનલાઈન નોંધણીની અરજી કરતા પહેલા અરજી માટેની શરતોનો અભ્યાસ કરી લેવો.

ખેડૂતમિત્રોએ ઓનલાઈન અરજીમાં રજીસ્ટર કરેલ મોબાઈલ નંબર પર DND એક્ટીવ હશે તો તે ખેડૂતોને બિયારણ ખરીદીનો SMS મળતો નથી. તો જે ખેડૂતમિત્રોના મોબાઈલમાં આ સુવિધા હોય તો તેને દુર કરવી. ઘણી વાર નેટવર્ક પ્રોબ્લેમ કે અન્ય કોઈ કારણોસર પણ SMS મળતો નથી. તો તેના માટે થઈ ને જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીની વેબસાઈટ www.jau.in ઉપર અરજી મંજુર થયેલ ખેડૂતમિત્રોનું લીસ્ટ મુકવામાં આવે છે. જેમાં આપનું નામ હોઈ અને મેસેજ મળેલ ન હોય તો તે ખેડૂતોએ લીસ્ટમાં જણાવેલ તારીખમાં બિયારણ લેવા આવી જવું.

આમ, બિયારણ વિતરણ અને પાકના ભાવ સબંધિત માહિતી તેમજ ખેડૂતમિત્રોની મંજુર થયેલ યાદીનું લીસ્ટ જોવા માટે યુનિવર્સીટીની વેબસાઈટ www.jau.in દરરોજ જોતા રહેવુ. વધુ માહિતી માટે બીજ વિજ્ઞાન અને તકનિકી વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢનો ફોન ૦૨૮૫-૨૬૭૨૦૮૦-૯૦ પીબીએક્ષ ૪૫૦ થી સંપર્ક કરવા જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande