ગાંધીનગર, 15 જાન્યુઆરી (હિ.સ.) : કડી સર્વવિશ્વવિદ્યાલય સંલગ્ન બીબીએ કોલેજના NSS યુનિટ દ્વારા માણેકલાલની પુણ્યતિથી નિમિત્તે
યુવા પરિસંવાદ યોજાયો હતો.
વિદ્યાર્થીઓએ બન્ને મહાનુભાવોના જીવનચરિત્ર માંથી જીવન ઉપયોગી ભાથુ મેળવ્યું.“શિક્ષણ એ માત્ર માહિતીનો સંગ્રહ જ નથી,પરંતુ જીવન માટે એક વ્યાપક પ્રશિક્ષણ છે.” સ્વામીજી ની ઉક્તિ ને માણેકલાલ દ્વારા સાચા અર્થ માં ચરિતાર્થ કરવામાં આવી
સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત કડી સર્વવિશ્વવિદ્યાલય સંલગ્ન ગાંધીનગરની બીબીએ કૉલેજ ખાતે રાષ્ટ્રીય સેવા યોજનના સ્વયંસેવકો સહિત કોલેજના વિદ્યાર્થીઓ ઉપરોક્ત સેમિનારમાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા. કોલેજના આચાર્ય ડો. રમાકાન્ત પૃષ્ટિ દ્વારા આજના મુખ્યવક્તા રજનીકાંત ભટ્ટ ને આવકારવામાં આવ્યા હતા. ત્યારબાદ ભટ્ટ દ્વારા વિદ્યાર્થીઓને સ્વામીજીના જીવનમૂલ્યોને સમજી વ્યહવારમાં ઉતારવા જણાવ્યુ હતું. યુવાનોને માર્ગદર્શન આપવા માટે તેઓએ તેમની આગવી શૈલીમાં વિદ્યાર્થીઓને સ્વામીજીના જીવન અંગે તેઓને થયેલ સ્વાનુભવની વાત કરી જે તેઓને ખૂબ ઉપયોગી સાબિત થશે.
ઉપાચાર્ય ડો.જયેશ તન્ના તેમજ યુવાનો ને હમેશા કર્તવ્ય નિષ્ઠ બની કારકિર્દીમાં આગળ વધવા જણાવ્યુ હતું. આજે એવાજ સમાજ ના ઉત્થાન માટે સિંહફાળો આપનાર બે મહાનુભાવોના જીવનચરિત્ર માંથી તેઓ સમાજ અને રાષ્ટ્રાપયોગી બાબતો ગ્રહણ કરે તેવા હેતુથી ઉપરોક્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં 75 જેટલા વોલીયંટર્સ ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે એટ્લે કે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ અને કડી સર્વવિશ્વવિદ્યાલયના શિલ્પી માણેકલાલની પુણ્યતિથિના ઉપલક્ષમાં કાર્યક્રમનું આયોજન થયું જેમાં સ્વામીજીના જીવનચરિત્રથી વિદ્યાર્થીઓ કઈ રીતે પ્રેરિત થઈ શકે તે બાબત પર વિચાર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમ આચાર્ય ઉપાચાર્ય ની પ્રેરણાદાયક ઉપસ્થિતિમાં આયોજિત થયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોલેજના NSS યુનિટ દ્વારા અનેક કાર્યક્રમો વર્ષપર્યંત કરવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ તેમજ સમાજનું ઉત્થાન થઈ શકે. આજના કાર્યક્રમ બાબતે વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જણાતો હતો અને તેઓ દ્વારા આગામી દિવસોમાં અન્ય નવા કાર્યોમાં પણ તત્પરતાથી જોડાશે તેમ જણાવ્યુ હતું.કાર્યક્રમમાં કોલેજના અધ્યાપકો પણ ઉપરોક્ત કાર્યક્રમમાં જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમ ડૉ. રમાકાન્ત પૃષ્ટિનાં માર્ગદર્શન હેઠળ, ઉપાંચાર્ય અને ટ્રેનિંગ અને પ્લેસમેન્ટ કમિટીના હેડ ડો.જયેશ તન્ના, NSS પ્રોગ્રામ કોઓર્ડીનેટર ધર્મેન્દ્રસિંહ રાઠોડ તેમજ કોલેજ પરિવાર દ્વારા દ્વારા સફળતા પૂર્વક યોજવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ