ગાંધીનગર, 15 જાન્યુઆરી (હિ.સ.) :
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે ગોલથરા ગામની મુલાકાત લીધી હતી.
ગોલથરા પ્રાથમિક શાળામાં ધોરણ- 6 માં અભ્યાસ કરતી દીકરી ચેતના ગણેશજી ઠાકોરે સહર્ષ જણાવ્યું હતું કે, અમારી શાળામાં સાહેબ અમિતભાઈ શાહે આવી તેમના હાથે અમને બાલિકાઓને શાળાનો ગણવેશ અને શૈક્ષણિક કિટ આપી છે, તેના માટે હું ખુબ ખુશ છું. મને ભણવું ખુબ જ ગમે છે અને આ નવો ગણવેશ સાહેબના હાથે આપવામાં આવ્યો છે તેની એટલી ખુશી છે કે હું હવે ભણવામાં ખૂબ જ ધ્યાન આપીશ અને ભણીને ખુબ આગળ વધીશ.જેથી મોટી થઈ હું પણ બીજાને મદદ કરી શકુ.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ