-વેલપુરા રોડ પર બે બાઇક વચ્ચે અકસ્માત તેમજ બાંસવાડા રોડ પર આવેલ જૂની આર.ટી.ઓ કચેરી પર એક મોટેર સાયકલ અને ઇકો વચ્ચે સર્જાયો અકસ્માત
દાહોદ, 15 જાન્યુઆરી (હિ.સ.). ઝાલોદ નગરમાં ઉત્તરાયણનો આખો દિવસ નગરના લોકોએ પતંગ ચગાવી ,જલેબી ફાફડા તેમજ ઉંધીયુ જલેબી ખાઈ અને આગાસી પર સ્પીકર પર ડાન્સ મસ્તી કરી સુંદર રીતે પસાર કર્યો હતો. પરંતુ સાંજે અંદાજીત 6:30 વાગ્યા પછી નગરમાં બે ગંભીર અકસ્માત સર્જાયા અને અકસ્માતમાં સાત વ્યક્તિઓ માંથી છ ના મરણ થતાં નગરનું વાતાવરણ ગમગીન બની ગયેલ હતા .નગર માંથી સરકારી હોસ્પિટલ ખાતે લોકટોળા અકસ્માત થયેલ લોકોની ખબર પૂછવા પહોંચી ગયા હતા.
પહેલું અકસ્માત સુખસર રોડ પર જતા વેલપૂરા પાસે બે બાઇક ધડાકાભેર ભટકાઈ હતી અને આ અકસ્માતમાં બે બાઇક પર સવાર ચાર વ્યક્તિઓ ગંભીર રીતે ઘવાયા હતા આ ચારેય વ્યક્તિને ઝાલોદ સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે તાત્કાલિક લાવવામાં આવેલ હતા. આ ચારેય ઘાયલ વ્યક્તિને ઉપસ્થિત ડોક્ટર દ્વારા તપાસ કરવામાં આવતા તેઓને મૃત જાહેર કરવામાં આવેલ હતા.આ ચારેય પરિવારના લોકો ને મૃત થવાના સમાચાર મળતાં તેમના પરિવારજનોના માથે આભ તૂટી પડયું હતું. પરિવારજનોના રૂદન થી હોસ્પિટલનું વાતાવરણ ગમગીન બની ગયેલ હતું. બાઇક પર સવાર ચાર અલગ અલગ પરિવારના બારીયા જીગ્નેશ દલસિંગ , કલ્પેશ પારુ મહીડા, ગુલાબ બાબુ બામણીયા, ડામોર તુષાર દિલીપના મરણ થતાં પરિવાર જનોના માથે આભ તૂટી પડયું હતું.
બીજો બનાવ બાંસવાડા રોડ પર આવેલ જૂની આર.ટી.ઓ કચેરી પાસે વ્હાઇટ કલરની ઇકો ફોર વ્હીલર GJ-20AQ-7155 અને બર્ગમેન મોટેર સાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં કેતન જેસીંગ બારીયા ( દાહોદ) , અતુલ દિલીપ ગરાસિયા ( ઝાલોદ),સતીષ અતુલ ગરાસિયા ( ઝાલોદ) ગંભીર રીતે ઘવાયા હતા. આ અકસ્માતમાં એક વ્યક્તિનું (સતીષ)નું ઘટના સ્થળે જ મોત થઈ ગયેલ હતું. બીજા બે વ્યક્તિને તાત્કાલીક ઝાલોદ સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવેલ હતા. બને વ્યક્તિઓને વધુ સારવાર અર્થે સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતેથી બહાર લઈ જવામાં આવેલ હતા તેમાંથી એક વ્યક્તિને ( કેતન) દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે પહોંચે તે પહેલાં જ મૃત્યુ થઈ ગયેલ હતું એક વ્યક્તિની સ્થિતિ સારી જાણવા મળી રહેલ છે. નગરમાં આવી દુખદ કરુણાંતિકા સર્જાતા નગરનું વાતાવરણ શોકમય બની ગયેલ હતું. મૃત્યુ થયેલ લોકોના સ્વજનનોના આક્રંદ થી હોસ્પિટલનુ વાતાવરણ ગમગીન બની ગયેલ હતું. આ સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં પાંચ પરિવારના સદસ્યોના આધાર એવા યુવાનોનું મોત થતાં ઉત્તરાયણનું પર્વ આ સહુના પરિવાર જનો માટે ન ભુલાય તેવો જખ્મ આપીને ગયો હતો.
ઝાલોદ પોલીસ દ્વારા બને સર્જાયેલ અકસ્માતોમાં તત્કાલીન રીતે કાયદાકીય રીતે વ્યવસ્થા જાળવી હતી તેમજ કાયદાકીય રીતે થતી દરેક કાર્યવાહી ઝાલોદ પોલિસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર /સંતોષ જૈન
હિન્દુસ્થાન સમાચાર / બિનોદ પાંડેય