આરીફ મોહમ્મદ ખાન બિહારના 42મા રાજ્યપાલ બન્યા, હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશએ શપથ લેવડાવ્યા
-બિહારના વિકાસ માટે જે પણ શક્ય છે, તે અમે સરકાર સાથે ચોક્કસ કરીશું: આરીફ મોહમ્મદ. પટના, નવી દિલ્હી, 02 જાન્યુઆરી (હિ.સ.) આરિફ મોહમ્મદ ખાને ગુરુવારે બિહારના 42મા રાજ્યપાલ તરીકે પદ અને ગુપ્તતાના શપથ લીધા. પટના હાઈકોર્ટના ચીફ
જોૂલો


-બિહારના વિકાસ માટે જે પણ શક્ય છે, તે અમે સરકાર

સાથે ચોક્કસ કરીશું: આરીફ મોહમ્મદ.

પટના, નવી દિલ્હી, 02 જાન્યુઆરી

(હિ.સ.) આરિફ મોહમ્મદ ખાને ગુરુવારે બિહારના 42મા રાજ્યપાલ તરીકે પદ અને ગુપ્તતાના શપથ લીધા. પટના

હાઈકોર્ટના ચીફ જસ્ટિસ કૃષ્ણન વિનોદ ચંદ્રનને, તેમને શપથ લેવડાવ્યા હતા. રાજભવનમાં

આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં, મુખ્ય પ્રધાન નીતિશ કુમાર, વિપક્ષના નેતા

તેજસ્વી યાદવ, વિધાનસભા અધ્યક્ષ

નંદ કિશોર યાદવ અને બંને નાયબ મુખ્ય પ્રધાનો અને રાજ્ય સરકારના અન્ય પ્રધાનોએ

હાજરી આપી હતી.

શપથ ગ્રહણ સમારોહ બાદ પત્રકારો સાથે, વાત કરતા આરિફ મોહમ્મદ

ખાને કહ્યું કે,” બિહારમાં ઘણી પ્રતિભા છે. બિહારના લોકો ખૂબ જ મહેનતુ છે. દેશમાં

બિહારના લોકોની મોટી ભૂમિકા છે.” તેમણે કહ્યું કે,” બિહારના વિકાસ માટે જે પણ શક્ય

છે, તે સરકાર સાથે

ચોક્કસ કરશે.” નવા વર્ષ પર રાબડી નિવાસસ્થાને આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને

મળવાના પ્રશ્ન પર તેમણે કહ્યું કે,” તેઓ જેપી આંદોલનના સમયથી તેમના તમામ જૂના

સાથીઓને જાણે છે. આ બાબતે હું તેમને મળ્યો પણ હતો.” તેમણે પત્રકારોને પૂછ્યું કે,”

શું જૂના સાથીદારોને મળવું ગુનો છે, શું હું મળી ન શકું?”

ઉલ્લેખનીય છે કે, બિહારના 42મા રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન અગાઉ કેરળના

રાજ્યપાલ હતા. તેઓ જનતા પાર્ટી, લોકદળ, બહુજન સમાજ પાર્ટી, કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીમાં પણ રહી ચૂક્યા છે.

નીતીશ કુમાર સાથે કેન્દ્રીય કેબિનેટમાં મંત્રી રહી ચૂકેલા આરિફ મોહમ્મદ શાહબાનોની

ઘટનાને લઈને કોંગ્રેસ છોડી ત્યારે ચર્ચામાં આવ્યા હતા. બિહારને 26 વર્ષ બાદ

મુસ્લિમ રાજ્યપાલ મળ્યો છે. આરિફ મોહમ્મદ ખાન પહેલા, એઆર કિડવાઈ 14 ઓગસ્ટ 1993 થી 26 એપ્રિલ 1998 સુધી રાજ્યના ગવર્નર હતા.

હિન્દુસ્થાન સમાચાર / ગોવિંદ ચૌધરી / વીરેન્દ્ર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande