બાંદીપોરા, નવી દિલ્હી, 04 જાન્યુઆરી
(હિ.સ.) ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં શનિવારે સેનાનું એક વાહન ખાડામાં પડી
ગયું હતું. આ દુર્ઘટનામાં ત્રણ જવાન શહીદ થયા હતા, જ્યારે ત્રણ ઘાયલ થયા હતા. ઘાયલો પૈકી બેની
હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
અધિકારીઓએ જણાવ્યું કે,” આ અકસ્માત જિલ્લાના એસકે પાયીન
વિસ્તારમાં થયો હતો. સેનાનું વાહન રસ્તા પરથી લપસીને નજીકની ખાડામાં પડી ગયું
હતું.” તેમણે કહ્યું કે,” દુર્ઘટના બાદ તરત જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.”
એમએસ બાંદીપોરા હૉસ્પિટલના ડૉ. મસરતે જણાવ્યું હતું કે,”
અકસ્માતમાં ઘાયલ થયેલા છ આર્મીના જવાનોમાંથી પાંચને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા
હતા.” તેમણે કહ્યું કે,” તેમાંથી બેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે ગંભીર
રીતે ઘાયલ ત્રણને, શ્રીનગર રિફર કરવામાં આવ્યા હતા. આમાંથી અન્ય એક સૈનિકનું
રસ્તામાં જ મોત થયું હતું.”
હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / વીરેન્દ્ર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ