નવી દિલ્હી, 4 જાન્યુઆરી (હિ.સ.) ભારતીય-અમેરિકન ઉદ્યોગસાહસિક અને
ઈન્ફોસિસના ભૂતપૂર્વ સીઈઓવિશાલ સિક્કા, ભારત માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઇ) ની પરિવર્તનશીલ
સંભાવના અંગે, ચર્ચા કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
પ્રધાનમંત્રીએ આ બેઠકને એક જ્ઞાનપ્રદ ક્રિયાપ્રતિક્રિયા
તરીકે વર્ણવ્યું હતું અને કહ્યું હતું કે,” ભારત નવીનતા અને યુવાનો માટે તકો ઊભી
કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીને, એઆઈમાં અગ્રેસર બનવા માટે પ્રતિબદ્ધ છે. બંનેએ એઆઇઅને ભારત પર તેની
અસર અને આવનારા સમય માટે ઘણી અનિવાર્યતાઓ પર વિગતવાર અને વ્યાપક ચર્ચા કરી હતી.”
વિશાલ સિક્કાના એક્સ પોસ્ટના જવાબ આપતા વડાપ્રધાને કહ્યું,”
વાસ્તવમાં આ એક જ્ઞાનવર્ધક વાતચીત હતી. નવીનતા અને યુવાનો માટે તકો ઊભી કરવા પર
ધ્યાન કેન્દ્રિત કરીને ભારત એઆઈમાં અગ્રેસર બનવા માટે પ્રતિબદ્ધ છે.”
વિશાલ સિક્કાએ, વડાપ્રધાનની ટેક્નોલોજી વિશેની ઊંડી સમજણ
અને જીવન સુધારવાની તેની સંભવિતતાની પ્રશંસા કરી અને એક્સ પરની પોસ્ટમાં નોંધ્યું
કે, કેવી રીતે લોકશાહી મૂલ્યો સમાજના લાભ માટે એઆઇના જવાબદાર ઉપયોગને માર્ગદર્શન
આપી શકે છે.
વિશાલ સિક્કાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર, વડાપ્રધાન
સાથેની તેમની મુલાકાતની તસવીરો શેર કરતા કહ્યું,” હું
મીટિંગમાંથી પ્રેરિત થઈને આવ્યો છું. કારણ કે તેમણે સમજાવ્યું હતું કે,
ટેક્નોલોજીનો આપણા બધા પર શું પ્રભાવ છે અને લોકશાહી મૂલ્યો સાથે તેનો ઉપયોગ કેવી
રીતે બધાને ઉત્થાન કરી શકે છે.”
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ