નવી દિલ્હી, 4 જાન્યુઆરી (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના વરિષ્ઠ
પરમાણુ વૈજ્ઞાનિક ડૉ.રાજગોપાલ ચિદમ્બરમના નિધન પર, ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
મોદીએ જણાવ્યું હતું કે,” ડૉ. રાજગોપાલ ચિદમ્બરમ, ભારતના પરમાણુ કાર્યક્રમના મુખ્ય
આર્કિટેક્ટ્સમાંના એક હતા અને તેમણે ભારતની વૈજ્ઞાનિક અને વ્યૂહાત્મક ક્ષમતાઓને
મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.”
વડાપ્રધાને તેમની ભૂતપૂર્વ પોસ્ટમાં કહ્યું, “ડૉ. રાજગોપાલ
ચિદમ્બરમના નિધનથી ખૂબ જ દુઃખી છું. તેઓ ભારતના પરમાણુ કાર્યક્રમના મુખ્ય વસ્તુકારોમાંના
એક હતા અને તેમણે ભારતની વૈજ્ઞાનિક અને વ્યૂહાત્મક ક્ષમતાઓને, મજબૂત બનાવવામાં
મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. સમગ્ર રાષ્ટ્ર તેમને કૃતજ્ઞતા સાથે યાદ કરશે અને
તેમના પ્રયાસો આવનારી પેઢીઓને પ્રેરણા આપશે.”
ઉલ્લેખનીય છે કે, ડૉ.રાજગોપાલ ચિદમ્બરમનો જન્મ 11 નવેમ્બર, 1936ના રોજ ચેન્નઈમાં
થયો હતો. ચિદમ્બરમનું આજે મુંબઈની એક હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ 88 વર્ષના હતા.
તેમણે પોખરણ-1 (1975) અને પોખરણ-2 (1998) પરમાણુ
પરીક્ષણોમાં, મહત્વની ભૂમિકા ભજવી હતી. ચિદમ્બરમને 1975 અને 1999માં પદ્મશ્રી અને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ