ભક્તો ક્યૂઆર કોડ સ્કેન કરશે કે તરત જ, તેઓ સુરક્ષા વ્યવસ્થા સાથે જોડાઈ જશે.
-એક્સ, ફેસબુક, ઈંસ્ટાગ્રામઅને યુ-ટ્યુબ દ્વારા સુરક્ષિત મહાકુંભની તૈયારી -ભક્તો આંખના પલકારામાં વરિષ્ઠ અધિકારીઓને તેમનો સંદેશો પહોંચાડી શકશે. મહાકુંભ નગર, નવી દિલ્હી,02 જાન્યુઆરી (હિ.સ.) મહાકુંભમાં શ્રદ્ધાળુઓની સુરક્ષા
કોડ


-એક્સ, ફેસબુક, ઈંસ્ટાગ્રામઅને યુ-ટ્યુબ દ્વારા

સુરક્ષિત મહાકુંભની તૈયારી

-ભક્તો આંખના પલકારામાં વરિષ્ઠ અધિકારીઓને તેમનો સંદેશો

પહોંચાડી શકશે.

મહાકુંભ નગર, નવી દિલ્હી,02 જાન્યુઆરી (હિ.સ.)

મહાકુંભમાં શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે ખૂબ જ કડક વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

આમાં ડિજિટલ ટેક્નોલોજીનો પણ ભરપૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પ્રથમ વખત, મહાકુંભ દરમિયાન

ભક્તોને સોશિયલ મીડિયા દ્વારા ક્ષણ-ક્ષણ અપડેટ્સ મળશે. ભક્તો સેકન્ડોમાં ઉચ્ચ

પોલીસ અધિકારીઓથી લઈને સમગ્ર વિભાગ સુધી તેમનો સંદેશો પહોંચાડી શકશે. મહાકુંભ

પોલીસે આવા ચાર ડિજિટલ સિક્યોરિટી ડોર બનાવ્યા છે, જેના દ્વારા આ બધું પળવારમાં કરી શકાય છે.

તમારે માત્ર ક્યૂઆરકોડ સ્કેન કરવાનો રહેશે. આમ કરવાથી ભક્તો તરત જ સુરક્ષા

વ્યવસ્થા સાથે જોડાઈ જશે.

સુરક્ષિત મહાકુંભની તૈયારીઓ: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આ

વખતના મહાકુંભને દિવ્ય અને ભવ્ય બનાવવા માટે કોઈ કસર છોડી રહ્યા નથી. તેમની સૂચના

પર દેશ અને દુનિયામાંથી આવતા શ્રદ્ધાળુઓ માટે તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી રહી

છે. ખાસ કરીને સુરક્ષાને લઈને ઝીણવટભરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મહાકુંભમાં

આવનારા ભક્તોની ડિજિટલ સુરક્ષા માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે.

મહાકુંભના એક જવાબદાર અધિકારીએ જણાવ્યું કે, “અહીં પ્રથમ વખત

ચાર પ્રકારના ક્યૂઆરકોડ જારી કરવામાં આવ્યા છે, જેને સ્કેન કરવાથી મહાકુંભની સુરક્ષાના ચાર

ડિજિટલ દરવાજા ખુલશે. આ દરવાજા એક્સ, ફેસબુક, ઈંસ્ટાગ્રામઅને યુ-ટ્યુબ હશે. જેના દ્વારા સલામત મહાકુંભની સંપૂર્ણ

તૈયારીઓ આયોજનબદ્ધ રીતે કરવામાં આવી છે.”

આ રીતે ક્યૂઆરકોડને સોશિયલ મીડિયા સાથે જોડવામાં આવશેઃ મુખ્યમંત્રી

યોગીની સૂચના પર મહાકુંભ પોલીસે આવા ચાર ક્યૂઆરકોડ તૈયાર કર્યા

છે, જેને સ્કેન કર્યા

બાદ શ્રદ્ધાળુઓ સોશિયલ મીડિયા પર પોલીસ સાથે જોડાશે. આમાં એક્સ, ફેસબુક, ઈંસ્ટાગ્રામઅને યુ-ટ્યુબ માટે

અલગ ક્યૂઆરકોડ બનાવવામાં

આવ્યા છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ એક્સસાથે ક્યૂઆરકોડ સ્કેન કરે છે, તો તે તરત જ તેને

કુંભ મેળા પોલીસ પૃષ્ઠ પર લઈ જશે. અહીં તમને દરેક ક્ષણની અપડેટ જ નહીં મળે, તમે મેસેજિંગ

દ્વારા કોઈપણ સમસ્યાની જાણકારી પણ આપી શકશો. તમારો મેસેજ મળતા જ વરિષ્ઠ અધિકારીઓને

એલર્ટ કરવામાં આવશે. એક્સની જેમ આ ફીચર પણ, ઈંસ્ટાગ્રામઅને યુ-ટ્યુબ તેમજ ફેસબુકપર ઉપલબ્ધ હશે.

ડિજિટલ આંખો 24 કલાક એલર્ટ મોડ પર રહેશે મહાકુંભમાં ડિજિટલ આંખો 24 કલાક એલર્ટ મોડ

પર રહેશે. તેની સાથે જોડાવાથી ભક્તોને સુરક્ષા સંબંધિત દરેક અપડેટ મળતી રહેશે.

લોકોની સુવિધા માટે કમિશનરેટ પ્રયાગરાજ હેન્ડલ અને મહાકુંભ મેળાના હેન્ડલ અહીં

ઉપલબ્ધ રહેશે. આને સુરક્ષા અને નવા અપડેટ્સ માટે સ્કેન કરી શકાય છે. સુરક્ષાની

સાથે આ અંગે લોકોના અભિપ્રાય પણ લેવામાં આવશે. આ ઉપરાંત ઇમરજન્સી માહિતી પણ અહીં

અપડેટ કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / વિદ્યાકાંત મિશ્રા / બ્રિજનંદન

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande