સીતારમને નાણાકીય અને મૂડી બજારના હિતધારકો સાથે, સાતમી પ્રી-બજેટ બેઠક યો
નવી દિલ્હી, 02 જાન્યુઆરી (હિ.સ.) કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના પ્રધાન નિર્મલા સીતારમણે ગુરુવારે નવી દિલ્હીમાં નાણાકીય અને મૂડી બજારના હિતધારકો સાથે, સાતમી પ્રી-બજેટ પરામર્શ બેઠક યોજી હતી. સીતારમનની અધ્યક્ષતામાં યોજાયેલી આ
વિત્ત


નવી દિલ્હી, 02 જાન્યુઆરી (હિ.સ.) કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના

પ્રધાન નિર્મલા સીતારમણે ગુરુવારે નવી દિલ્હીમાં નાણાકીય અને મૂડી બજારના હિતધારકો

સાથે, સાતમી પ્રી-બજેટ પરામર્શ બેઠક યોજી હતી. સીતારમનની અધ્યક્ષતામાં યોજાયેલી આ

બેઠક આગામી કેન્દ્રીય બજેટ 2025-26ની તૈયારીઓના સંદર્ભમાં આયોજિત કરવામાં આવી હતી, જેમાં નાણાકીય

ક્ષેત્ર અને મૂડી બજારોના હિસ્સેદારોએ નાણા પ્રધાનને ઘણા સૂચનો આપ્યા હતા.

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે નવી દિલ્હીમાં

આગામી કેન્દ્રીય બજેટ 2025-26 સંબંધિત નાણાકીય

ક્ષેત્ર અને મૂડી બજારોના હિસ્સેદારો સાથે, 7મી પ્રી-બજેટ પરામર્શની અધ્યક્ષતા કરી હતી.નાણા મંત્રાલયે

પોસ્ટ પર જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું. આ બેઠકમાં નાણા સચિવ, આર્થિક બાબતોના

સચિવ, દીપમસચિવ, નાણાકીય સેવાઓ

વિભાગના સચિવ અને ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર પણ હાજર હતા.

નોંધનીય છે કે, કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી, 2025ના રોજ સંસદમાં

આગામી નાણાકીય વર્ષ 2025-26 માટેનું

કેન્દ્રીય બજેટ રજૂ કરશે. પૂર્વ-બજેટ પરામર્શ બેઠક એ કેન્દ્રીય બજેટને આકાર આપવા

માટે એક આવશ્યક પગલું છે,

જે આર્થિક

વિકાસને પ્રોત્સાહન આપે છે. આ બેઠકોમાં મળેલા સૂચનો વિવિધ હિતધારકોની જરૂરિયાતોને

પહોંચી વળવામાં મદદ કરે છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / પ્રભાત મિશ્રા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande