મુંબઈ,નવી દિલ્હી, 02 જાન્યુઆરી (હિ.સ.) ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ( આઈઓસીએલ) ઉત્તર પ્રદેશના
ગૌતમ બુદ્ધ નગર જિલ્લાના જેવર ખાતે નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ (એનઆઇએ) પર રિફ્યુઅલિંગ
સેવાઓ પ્રદાન કરશે. નોઈડા હવાઈમથકનું ઉદ્ઘાટન, આગામી નાણાકીય વર્ષ 2025-26ની શરૂઆતમાં થઈ
શકે છે.
“30-વર્ષના કન્સેશન કરાર હેઠળ, જાહેર ક્ષેત્રની તેલ અને ગેસ માર્કેટિંગ કંપની આઈઓસીએલએરપોર્ટ પરિસરમાં,
ત્રણ સ્થાનો પર ફ્યુઅલ સ્ટેશનનું સંચાલન કરશે.” એમએરપોર્ટ ઓપરેટરે
ગુરુવારે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું.
નોઈડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના
ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) ક્રિસ્ટોફ શ્નેલમેને જણાવ્યું હતું કે,” આઈઓસીએલસાથે અમારો સહયોગ
એનઆઇએની ઓપરેશનલ
તૈયારી તરફની સફરમાં, વધુ એક સીમાચિહ્નરૂપ છે. આઈઓસીએલસાથે ભાગીદારી
કરીને અમે એરપોર્ટ પર અવિરત અને કાર્યક્ષમ ઇંધણ સેવાઓ સુનિશ્ચિત કરીશું.”
સુમીત મુનશી, હેડ (ડિવિઝનલ રિટેલ સેલ્સ), નોઇડા ડિવિઝનલ ઓફિસ, આઈઓસીએલ, જણાવ્યું હતું કે,”
આ સહયોગ નવીનતા, સ્થિરતા અને
ગ્રાહક સુવિધા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.”
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ