વિજક આન ઝી (નેધરલેન્ડ્સ), નવી દિલ્હી, 30 જાન્યુઆરી (હિ.સ.)
ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશે, ટાટા સ્ટીલ ચેસ ટુર્નામેન્ટમાં પોતાનું
પ્રભાવશાળી ફોર્મ ચાલુ રાખ્યું, ડચ જીએમ મેક્સ વોર્મરડેમને કાળા પીસથી હરાવ્યું. આ જીત સાથે, તે 10 રાઉન્ડ પછી 7.5 પોઈન્ટ સાથે ટોચ
પર છે. ગુકેશે વોર્મરડેમની, ભૂલનો ફાયદો ઉઠાવીને 34 ચાલમાં જીત મેળવી.
ઉઝબેકિસ્તાનના નોદિરબેક અબ્દુસત્તોરોવ 7 પોઈન્ટ સાથે,
બીજા સ્થાને છે.જ્યારે ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનાનંદ એ,
સ્લોવેનિયાના વ્લાદિમીર ફેડોસીવને હરાવીને 6.5 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને પહોંચી ગયા છે. પ્રજ્ઞાનાનંદ એ,
ટૈરાશ ડિફેન્સ સામે આક્રમક રમત રમીને 48 ચાલમાં જીત મેળવી.
અન્ય ભારતીય ગ્રાન્ડમાસ્ટરોનું પ્રદર્શન:
અર્જુન એરિગૈસીએ, જર્મનીના વિન્સેન્ટ કીમર સામે પોતાનો
મુકાબલો ડ્રો કર્યો, જેના કારણે વિજય
માટે તેની રાહ 10 રાઉન્ડ સુધી
લંબાઈ ગઈ.
પી હરિકૃષ્ણાએ, ટોચના ક્રમાંકિત ફેબિયાનો કારુઆના સામે 68 ચાલની મુશ્કેલ
મેચમાં ડ્રો મેળવ્યો.
લિયોન લ્યુક મેન્ડોન્કાએ પણ, અનિશ ગિરી સાથે પોઈન્ટ શેર
કર્યા.
ચેલેન્જર્સ કેટેગરી:
આ શ્રેણીમાં, આર વૈશાલી ચેક રિપબ્લિકના ગુયેન થાઈ વાન દાઈ સામે, હારનો
સામનો કરવો પડ્યો. ગઈ.જ્યારે દિવ્યા દેશમુખનો જર્મનીના ફ્રેડરિક સ્વેન સામે પરાજય
થયો. વૈશાલી ૫ પોઈન્ટ સાથે નવમા સ્થાને છે.જ્યારે દિવ્યા ૨
પોઈન્ટ સાથે ૧૩મા સ્થાને છે.
ત્રણ રાઉન્ડ બાકી હતા ત્યારે, ગુકેશ 2800 રેટિંગ પોઈન્ટ હાંસલ કરવા અને ટુર્નામેન્ટ જીતવાની નજીક
પહોંચી ગયો. ભારતીય ચેસ પ્રેમીઓની નજર હવે આગામી મેચો પર ટકેલી છે.
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ