ગુરુ ગોવિંદ સિંહના પ્રકાશ પર્વ પર, અમિત શાહે ગુરુદ્વારા રકાબ ગંજમાં નમન કર્યું 
નવી દિલ્હી, 6 જાન્યુઆરી (હિ.સ.) કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે, સોમવારે દિલ્હીના ગુરુદ્વારા રકાબ ગંજ સાહિબ ખાતે આયોજિત દસમા શીખ ગુરુ ગોવિંદ સિંહના પ્રકાશ પર્વ મહોત્સવમાં હાજરી આપી હતી. તેમણે ગુરુદ્વારામાં નમન કર્યું અને દેશવાસીઓની સમૃદ્ધિ માટે પ્રાર્
ગુરુ ગોવિંદ સિંહના પ્રકાશ પર્વ પર અમિત શાહે ગુરુદ્વારા રકાબ ગંજમાં નમન કર્યું


નવી દિલ્હી, 6 જાન્યુઆરી (હિ.સ.) કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે, સોમવારે દિલ્હીના ગુરુદ્વારા રકાબ ગંજ સાહિબ ખાતે આયોજિત દસમા શીખ ગુરુ ગોવિંદ સિંહના પ્રકાશ પર્વ મહોત્સવમાં હાજરી આપી હતી. તેમણે ગુરુદ્વારામાં નમન કર્યું અને દેશવાસીઓની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી.

અમતિ શાહે કહ્યું કે, અધર્મ અને અત્યાચાર સામે અડગ રહીને લડનારા શ્રી ગુરુ ગોવિંદ સિંહનું જીવન ત્યાગ, શૌર્ય અને સેવાનું અનોખું ઉદાહરણ છે.

આ પ્રસંગે દિલ્હી ગુરુદ્વારા સમિતિના વડા સરદાર હરમીત સિંહ કાલકા, બીજેપી નેતા સરદાર આરપી સિંહ, પાર્ટીના રાષ્ટ્રીય સચિવ મનજિંદર સિંહ સિરસા અને નવી દિલ્હી વિધાનસભાના પાર્ટીના ઉમેદવાર પ્રવેશ વર્મા પણ હાજર હતા.

હિન્દુસ્થાન સમાચાર/સુશીલ કુમાર/પ્રભાત મિશ્રા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande