નવી દિલ્હી, 6 જાન્યુઆરી (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોમવારે,
છત્તીસગઢના બીજાપુરમાં નક્સલી હુમલાની નિંદા કરી અને કહ્યું કે,” દેશ નક્સલવાદને
સંપૂર્ણ રીતે ખતમ કરવા માટે સંકલ્પબદ્ધ છે.”
સોમવારે રાષ્ટ્રપતિ મુર્મુએ ટ્વિટર પર પોસ્ટ કર્યું, “છત્તીસગઢના
બીજાપુરમાં સુરક્ષા દળો પર નક્સલી હુમલો નિંદનીય છે. હું દેશની સુરક્ષા માટે
સર્વોચ્ચ બલિદાન આપનાર બહાદુર સૈનિકોના, શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી
સંવેદના વ્યક્ત કરું છું. આપણો દેશ નક્સલવાદને સંપૂર્ણ રીતે ખતમ કરવા માટે કટિબદ્ધ
છે.”
નોંધનીય છે કે, નક્સલવાદીઓએ ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ
ડિવાઇસ (આઈઇડી)નો ઉપયોગ કરીને,
સુરક્ષા દળો પર મોટો હુમલો કર્યો હતો. આ વિસ્ફોટમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (ડીઆરજી)ના જવાનોને લઈ
જતું એક વાહન ઉડાવી દીધુ હતું. આ નક્સલી હુમલામાં આઠ જવાનો શહીદ થયા હતા. આ
હુમલામાં, વાહનના ડ્રાઈવરનું પણ મોત થયું હતું. આ જવાનો નક્સલ વિરોધી ઓપરેશનમાંથી
પરત ફરી રહ્યા હતા.”
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સુનીલ સક્સેના
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ