મોડાસા,4 જાન્યુઆરી (હિ.સ.) પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના(PM POSHAN) વર્ષ 2024 -25 મુખ્યમંત્રી પોષ્ટિક અલ્પાહાર યોજનાCOOKING COMPETITION FOR ALPAHAR મોડાસા તાલુકામાં કુકિંગ કોમ્પિટિશનમાં મધ્યાહન ભોજનની સંચાલક બહેનો અને ભાઈઓએ ભાગ લીધો હતો.મોડાસા તાલુકામાં જિલ્લા સેવા સદન ખાતે આયોજિત કુકિંગ કોમ્પિટિશનમાં મધ્યાહન ભોજનની બહેનોએ પોતાની કુશળતાનું પ્રદર્શન કરીને સૌને ચોંકાવી દીધા છે. આ સ્પર્ધામાં કઠોળ અને સુખડીની વિવિધ વાનગીઓ બનાવવાનો સમાવેશ થતો હતો.મધ્યાહન ભોજનની બહેનોએ પોતાની કલાત્મકતા અને રસોઈની જુસ્સાને આ સ્પર્ધામાં ઉતારી હતી. તેમણે કઠોળની વિવિધ વાનગીઓ જેવી કે મિક્સ કઠોળ, ચણા, મગ, મઠ વગેરે અને સુખડીની વિવિધ પ્રકારની વાનગીઓ જેવી કે , સુખડીની બરફી રાગીની સુખડી,શીંગની સુખડી વગેરે બનાવી હતી. દરેક વાનગી પોતાનામાં અનોખી અને સ્વાદિષ્ટ હતી.આવી અનેક પ્રકારની વાનગીઓ મધ્યાહન ભોજનની બહેનો દ્વારા શાળાના બાળકો માટે બનાવવામાં આવે છે.જેમાં બાળકોને પૂરતું પ્રોટીન અને પૌષ્ટિક અલ્પાહાર મળી રહે એના માટેનું સુંદર આયોજન સરકાર દ્વારા કરવામાં આવે છે.આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વાનગીઓને નિષ્ણાતોની એક ટીમ દ્વારા ચકાસવામાં આવી હતી. નિર્ણાયકોએ વાનગીઓના સ્વાદ, રજૂઆત અને નવીનતાને ધ્યાનમાં રાખીને મૂલ્યાંકન કર્યું હતું.સ્પર્ધાના અંતે વિજેતાઓને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ તમામ સ્પર્ધકોને પણ તેમના પ્રયાસો બદલ પ્રોત્સાહન મળ્યું હતું.આ કુકિંગ કોમ્પિટિશન માત્ર એક સ્પર્ધા ન હતી, પરંતુ મધ્યાહન ભોજનની બહેનોની કુશળતા અને સર્જનાત્મકતાનું ઉજવણી હતી. આ સ્પર્ધા દ્વારા તેમનું મનોબળ વધ્યું છે અને તેમને નવી નવી વાનગીઓ બનાવવા માટે પ્રેરણા મળી છે.આ કાર્યક્રમને સફળ બનાવવામાં મદદ કરનારા તમામ સ્વયંસેવકો અને સંસ્થાઓનો આભાર માનવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ