સુરતમાં ચાઈનીઝ તુક્કલ-દોરા વેચનાર, બે ઝડપાયા
સુરત, 6 જાન્યુઆરી (હિ.સ.)-પ્રથમ બનાવમાં વરાછા પોલીસે કુબેરનગરના પોપડા પાસે જાહેરમાં રાત્રે સાડા દસ વાગ્યાના અરસામાં રેઇડ કરી હતી. અહીં એક બાઇકસવાર ચાઇનીઝ માંજો વેચવા માટે ઊભો હોવાની બાતમી વચ્ચે પોલીસે રેડ કરી હતી. જોકે પોલીસને જોઈ ચાલક ચેતી જતાં ત્યા
Arrest


સુરત, 6 જાન્યુઆરી (હિ.સ.)-પ્રથમ બનાવમાં વરાછા પોલીસે કુબેરનગરના પોપડા પાસે જાહેરમાં રાત્રે સાડા દસ વાગ્યાના અરસામાં રેઇડ કરી હતી. અહીં એક બાઇકસવાર ચાઇનીઝ માંજો વેચવા માટે ઊભો હોવાની બાતમી વચ્ચે પોલીસે રેડ કરી હતી. જોકે પોલીસને જોઈ ચાલક ચેતી જતાં ત્યાં જ પોતાની બાઇક મૂકી ફરાર થઈ ગયો હતો. પોલીસે આ બાઇક કબજે કરી તેની સાથે લટકાવેલો થેલો ચેક કરતાં તેમાંથી 6000ની કિંમતના 10 ચાઈનીઝ દોરાના બોબીન મળી આવ્યા હતા. પોલીસે બાઇક સવારને વોન્ટેડ જાહેર કર્યો હતો.

બીજા બનાવમાં પુણા પોલીસે અમેઝીયા વોટર પાર્ક પાસેથી એક શખ્સને દબોચી લીધો હતો. પુણા વિસ્તારમાં રહેતો અને સ્ટેશનરીની દુકાન ધરાવતા ભાવેશ ગોપાલ માંગુકીયા પાસેથી 20 હજારની કિંમતના 20 ચાઈનીઝ દોરીના બોબીન મળી આવ્યા હતા. આ બોબીન તે રાજસ્થાનના સિકરથી સુરત લાવ્યાનું જણાવ્યું હતું.

દિવસે ઉત્તરાયણમાં પેચની લડાઈ બાદ રાત્રે પતંગ સાથે ચાઇનીઝ તુક્કલ (બલૂન) ઉડાડવાની પણ નવી પ્રથા શરૂ થઈ છે. આ બલૂનને કારણે જોકે ખેતર અને ઘરોમાં આગ લાગવાની અનેક ઘટનાઓ બની હોઈ, સરકારે તેની પર પણ પ્રતિબંધ મૂક્યો છે. ત્યારે સરથાણા પાર્વતીનગર સોસાયટી પાસે દોરા-પતંગ વેચતા પટેલ માંજાની દુકાનમાં, ચાઇનીઝ તુક્કલ વેચવામાં આવતું હોવાની બાતમી સાથે સરથાણા પોલીસે અહીંથી 12,500ની કિંમતનાં તુક્કલ કબજે કર્યા હતા. દુકાન સાથે સંકળાયેલા પર્વ હરેશ દેવાણી અને જય અલ્પેશ ચાંચડની ધરપકડ કરી હતી, જયારે જથ્થો આપનાર આયુષ પાનેલીયાને વોન્ટેડ જાહેર કરાયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande