મોડાસા, 6 જાન્યુઆરી (હિ.સ.) નકલી તો ઠીક પરંતુ હવે નકલી ને જગ્યાએ ફોર્ડ કરવાની એક અલગ રીત સામે આવિ છે જેને લઇ એક વાયરલ પત્રિકા સામે આવી છે જેમા રાજયના CM થી લઇ ને રાજ્યપાલ સહીત સાહિત્યકારો, પત્રકારો, લોકગાયકો સહીત ઉંચી નામના ધરાવતા વ્યકિતઓ ના ઉપસ્થિતિમાં અરવલ્લી સાહિત્ય સેતુ ગ્રૂપ અને L.C પ્રકાશન દ્વારા આયોજીત લિટરેચર ફેસ્ટિવલ નામની ફોર્ડ પત્રિકા વાયરલ થયાં મોડાસા શહેરમાં અવનવી ચર્ચાઓ જામી છે
વિગત એવી છે કે હાલ સોશિયલ મીડિયાની અંદર એક પત્રિકા વાયરલ થઈ છે જેમાં અરવલ્લી સાહિત્ય સેતુ ગ્રુપ તેમજ એલ સી પ્રકાશન દ્વારા અરવલ્લી ની અંદર લિટરેચર ફેસ્ટિવલ યોજવાનો છે જેના નામની પત્રિકા વાયરલ થઈ હતી વાયરલ પત્રિકા જોતા તો લોકોને એવું લાગ્યુ હતું કે આ કાર્યક્રમ રજ્યના મોટા કાર્યક્રમની જાણે કે રૂપરેખા હોઇ તેવુ લાગ્યું હતુ પરંતુ આવો કોઈજ કાર્યક્રમનુ આયોજન નથી થયેલું તે વાત સામે આવતા અરવલ્લી જિલ્લાની અંદર ચર્ચાનો વિષય બન્યો હતો. વાયરલ પત્રિકા અંતર્ગત જાણીતા પત્રકાર દેવાંશીબેન જોષી ટ્વિટ કરીને લખ્યું હતું કે આ કાર્યક્રમના નામે કોઈએ ફ્રોડ કર્યું હોઈ શકે છે આમાંથી ઘણા બધા સાથે વાત કરી કોઈની આ કાર્યક્રમ વિશે ખબર જ નથી આ ઇવેન્ટ સાથે કોઈ જ લેવાદેવા નથી તે પ્રકારની ટ્વિટ કરી હતી. સાહિત્યના નામે નકલી કાર્ડ ફરતું થવાનું બાકી હતું એ પણ થઈ ગયું
વધુમાં અરવલ્લી સાહિત્ય સેતુ ગ્રુપના વ્યક્તિ સાથે ટેલિફોનિક વાત કરતા તેમને જણાવ્યું હતું કે આ પત્રિકા સાથે અમારે કોઇ જ લેવાદેવા નથી અને આ પ્રકારનો કોઈપણ કાર્યક્રમ રાખવામાં આવ્યો નથી પરંતુ આ પત્રિકા કોઈકે ફ્રોડ બનાવી વાયરલ કરી હોવાની વાત સામે આવી હતી. વધુમાં એ પણ જણાવ્યું હતું કે આ પત્રિકાના નામે કોઈપણ પ્રકારનો કોઈપણ વ્યક્તિ જોડે રૂપિયા ટિકિટ સ્વરૂપે લેવામાં આવ્યાં નથી કે આવું કશું જ નથી તેમ જણાવ્યુ હતું. આમ હવે કાર્ડ પણ નકલી બનવાનું બાકી હતું એ પણ સામે આવી ગયું પરંતુ હવે સવાલ એ ઉભો થાય છે કે આ નકલી કાર્ડ બનાવનાર વ્યક્તિ કોણ અને આ રીતે લોકોની ગુમરાહ કરવાનું કાવતરું કોનું..?
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ