મોડાસા,4 જાન્યુઆરી (હિ.સ.) માલપુર તાલુકામાં 39 ગામ પંચાયતો માંથી 18 ગ્રામ પંચાયતો દ્વારા વેરા વસુલાતની કામગીરી કરવા તાલુકા વિકાસ અધિકારી દ્વારા પંચાયતોના તલાટીઓને નોટિસ આપવા છતાં વેરા વસુલાતની કામગીરી કરવામાં તલાટીઓ નિષ્ફળ ગયા છે. આગામી સમયમાં તલાટીઓ સામે કડક પગલા ભરાઇ તેવી તૈયારીઓ થવાની શક્યતાઓ રહેલી છે,,,, માલપુર તાલુકાની 39 ગ્રામ પંચાયતો દ્વારા 20 ટકા વેરા વસુલાત કરાયો છે.જેમાથી 18 જેટલી ગ્રામ પંચાયતોના તલાટીઓ ૧૫ ટકા જેટલી વસુલાત કરી છે.જેમા તાલુકાની સૌથી મોટી માલપુર ગામ પંચાયતનો સમાવેશ થાય છે. માલપુર, રંભોડા,વાવડી, જેવી 18 ગ્રામ પંચાયતોએ સૌથી ઓછી વેરા વસુલાત કરી છે.આવી પંચાયતના તલાટીઓને ટીડીઓ દ્વારા નોટીસ આપવા છતાં વેરા વસુલાતની કામગીરીમાં સુધારો આવ્યો નથી. જેને લઇ આગામી દિવસોમાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા તલાટીઓ વેરા વસુલાતની કામગીરી નહીં કરે તો તેની સામે કડક કાર્યવાહી કરવા માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ગામડામાં આવેલી ગામ પંચાયતની કચેરીઓમાં તલાટીઓ અનિયમિત જતા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.પંચાયતના લાભાર્થીઓને કામ અર્થે માલપુર તાલુકા પંચાયતમાં જવું પડે છે. જિલ્લા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ગામડાઓની પંચાયતોમાં ઓચિંતી તપાસ કરવાની જરૂરીયાત છે
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ