મોડાસા,4 જાન્યુઆરી (હિ.સ.) તાજેતરમાં ગણેશ કો ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી ની વાર્ષિક સાધારણ સભા યોજાઈ જેમાં નવનિયુક્ત હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી જેમાં પ્રમુખ પદે રાજેન્દ્રકુમાર બી પટેલ મંત્રી તરીકે કનુ આર ખાંટ તેમજ સહમંત્રી તરીકે કલ્પેશ એચ ભાવસારની વરણી થઈ હતી સોસાયટીના સર્વે સભ્યોએ નવા વરાયેલા હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા અને સોસાયટીના વિકાસમાં અમૂલ્ય ફાળો આપશે એવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. માર્ગદર્શક તરીકે કે જે ઉપાધ્યાય ડી બી પટેલ એન કે ત્રિવેદી તેમજ વિજય પંડ્યા ની વરણી કરવામાં આવી હતી
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ