મોડાસા,4 જાન્યુઆરી (હિ.સ.) અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ખાતે બે દિવસિય શામળાજી મહોત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો છે. ત્રણ અને ચાર જાન્યુઆરીના રોજ શામળાજી મહોત્વનું આયોજન થયું છે. ત્રણ જાન્યુઆરી થી શામળાજી મહોત્સવનો રંગારંગ પ્રારંભ થયો, જેમાં પ્રથમ દિવસે લોક ગાયિકા ગીતાબેન રબારી અને બીજા દિવસે ઓસ્માન મીર સંગીતના સૂર પીરસવાના છે.અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ખાતે સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત બે દિવસિય શામળાજી ખાતે શામળાજી મહોત્સવ નો રંગારંગ પ્રારંભે ભિલોડાના ધારાસભ્ય પી.સી બરંડાએ સમારંભના વક્તવ્યમાં ભિલોડાને નગરપાલિકા અને શામળાજીને તાલુકો બનાવવા માટે મુખ્યમંત્રી ને મળી ભલામણ કરી હોવાનું પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતુંસમારંભમાં વક્તવ્ય આપતા ફરીથી શામળાજી ને તાલુકો બનાવવાની માંગ બુલંદ થઈ છે. ભિલોડા ના ધારાસભ્ય પી.સી.બરંડાએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે, વર્ષ 2016 થી શામળાજી તાલુકો બનાવવાની વાત ચાલી રહી છે, જે આ વર્ષમાં કદાચ પુરી થઈ શકે છે. તેમણે ઉમેર્યું કે, શામળાજી તાલુકો બને તો દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં ભક્તો આવી શકે છે,જેથી શામળાજી નો વિકાસ થઈ શકે છે. તેમણે એમ જણાવ્યું કે, શામળાજી તાલુકો બને તો સ્થાનિક લોકોની રોજગારી પણ વધી શકે એમ છે તેમ જણાવ્યું હતું
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ