રિયલ મેડ્રિડ કોપા ડેલ રેના, છેલ્લા 16માં પહોંચ્યું
મેડ્રિડ,નવી દિલ્હી,7 જાન્યુઆરી (હિ.સ.) રિયલ મેડ્રિડ સોમવારે, ચોથા-સ્તરની ટીમ ડિપોર્ટિવા મિનેરાને 5-0થી હરાવીને, કોપા ડેલ રેના છેલ્લા 16માં પ્રવેશ કર્યો છે. રિયલ મેડ્રિડના કોચ કાર્લો એંસેલોટીએ, મેચ માટે તેમની લાઇનઅપમાં ઘણા
રમત


મેડ્રિડ,નવી દિલ્હી,7 જાન્યુઆરી (હિ.સ.) રિયલ મેડ્રિડ સોમવારે,

ચોથા-સ્તરની ટીમ ડિપોર્ટિવા મિનેરાને 5-0થી હરાવીને, કોપા ડેલ રેના છેલ્લા 16માં પ્રવેશ કર્યો

છે.

રિયલ મેડ્રિડના કોચ કાર્લો એંસેલોટીએ, મેચ માટે તેમની

લાઇનઅપમાં ઘણા ફેરફારો કર્યા હતા, પરંતુ તેમની ટીમને, એક પ્રતિસ્પર્ધીનો સામનો કરવામાં કોઈ

મુશ્કેલી ન આવી હતી. જેણે સમગ્ર રમતમાં લક્ષ્ય પર માત્ર એક જ શોટ લગાવ્યો હતો, જ્યારે મેડ્રિડને

લક્ષ્ય પર 21 શોટ લગાવેલા

હતા.

ફેડેરિકો વાલ્વર્ડે પાંચમી મિનિટે ગોલ કરવા માટે, નબળા

રક્ષણાત્મક ક્લિયરન્સનો લાભ લીધો હતો. 13મી મિનિટે એડ્યુઆર્ડો કૈમાવિંગાએ, લીડને બમણી કરી જ્યારે ફ્રેન

ગાર્સિયાએ બે ડિફેન્ડર્સને ડોઝ કરીને ચોક્કસ ક્રોસ આપ્યો અને અર્દા ગુલરે, 28મી મિનિટે લાંબા

અંતરના પ્રયાસ સાથે ત્રીજો ગોલ કર્યો.

હાફ ટાઇમમાં 3-0થી આગળ, રિયલ મેડ્રિડે મિનેરા પર દબાણ જાળવી રાખ્યું. વિરામની 10 મિનિટ પછી, લુકા મોડ્રિકે,

બ્રાહિમ ડિયાઝના પાસને પૂરો કરીને ચોથો ગોલ પૂરો કર્યો અને ગુલરે, મેચનો પોતાનો

બીજો અને ટીમનો પાંચમો ગોલ કરીને, રિયલ મેડ્રિડને વિજય અપાવ્યો.

રિયલ મેડ્રિડ હવે ગુરુવારે, સ્પેનિશ સુપર કપ સેમિફાઇનલમાં મલ્લોર્કાનો

સામનો કરવા માટે સાઉદી અરેબિયા જશે.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande