જકાર્તા, નવી દિલ્હી,7 જાન્યુઆરી
(હિ.સ.) ઇન્ડોનેશિયન ફૂટબોલ એસોસિએશન (પીએસએસઆઈ) એ, સોમવારે રાષ્ટ્રીય પુરૂષ ફૂટબોલ ટીમના મુખ્ય
કોચ તરીકે શિન તાઈ-યોંગનો કરાર સત્તાવાર રીતે સમાપ્ત કર્યો.
પીએસએસઆઈ પ્રમુખ એરિક થોહિરે જણાવ્યું હતું કે,” એસોસિએશનને એવા
કોચની જરૂર છે, જે તમામ ખેલાડીઓ દ્વારા સંમત થયેલી એકીકૃત વ્યૂહરચનાનો અમલ કરી શકે
અને વધુ પ્રભાવી સંચારને પ્રોત્સાહન આપી શકે.”
તેમણે કહ્યું કે,” આજે અમે જે કરી રહ્યા છીએ તે રાષ્ટ્રીય
ટીમના ભલાઈ માટે છે.”
થોહિરે જણાવ્યું હતું કે,” શિનને બરતરફ કરવાનો નિર્ણય ઘણા
પરિબળોને ધ્યાનમાં રાખીને, મૂલ્યાંકનના લાંબા ગાળા પછી લેવામાં આવ્યો હતો.”
શિન,
જેમણે ડિસેમ્બર 2019 માં પીએસએસઆઈ સાથે તેમનો
કાર્યકાળ શરૂ કર્યો, તેણે
ઇન્ડોનેશિયાને તેની વિશ્વ રેન્કિંગ 173માથી 127મા સ્થાને લાવવામાં મદદ કરી.
2026 ફીફાવર્લ્ડ કપ એશિયન
ક્વોલિફાયર્સમાં, ઇન્ડોનેશિયા
હાલમાં છ મેચમાંથી છ પોઇન્ટ સાથે, છ ટીમના સમૂહમાં ત્રીજા સ્થાને છે. નવા કોચની
સત્તાવાર જાહેરાત 12 જાન્યુઆરીએ
કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ