ગાંધીનગર, 5 જાન્યુઆરી (હિ.સ.) :
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોંચતા સ્થાનિક પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ભાવનગર એરપોર્ટ ખાતે પધારેલા મુખ્યમંત્રી ના સ્વાગત પ્રસંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયા, જિલ્લા પંચાયત પ્રમુખ રૈયાબેન મીયાણી, મેયર ભરતભાઈ બારડ, ધારાસભ્યો સર્વ જીતુભાઈ વાઘાણી, સેજલબેન પંડ્યા, ભીખાભાઈ બારૈયા અને ગૌતમભાઈ ચૌહાણ, ઈ.ચા જિલ્લા કલેકટર જી.એચ.સોલંકી, મ્યુનિસિપલ કમિશનર સુજીત કુમાર, પોલીસ અધિક્ષક ડૉ. હર્ષદ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ