છત્તીસગઢમાં અથડામણમાં, હેડ કોન્સ્ટેબલનું બલિદાન, ચાર નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા
નારાયણપુર/દંતેવાડા, નવી દિલ્હી, 05 જાન્યુઆરી (હિ.સ.) દંતેવાડા ડીઆરજી હેડ કોન્સ્ટેબલ સન્નુ કારમ, છત્તીસગઢના દક્ષિણ અબુઝમાડમાં નક્સલવાદીઓ સાથે ચાલી રહેલા અથડામણમાં શહીદ થયા છે. સર્ચ ઓપરેશન દરમિયાન અત્યાર સુધીમાં, ચાર વર્દીધ
છત્તીસગઢમાં અથડામણમાં, હેડ કોન્સ્ટેબલનું બલિદાન, ચાર નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા


નારાયણપુર/દંતેવાડા, નવી દિલ્હી, 05 જાન્યુઆરી

(હિ.સ.) દંતેવાડા ડીઆરજી હેડ કોન્સ્ટેબલ સન્નુ કારમ, છત્તીસગઢના દક્ષિણ અબુઝમાડમાં

નક્સલવાદીઓ સાથે ચાલી રહેલા અથડામણમાં શહીદ થયા છે. સર્ચ ઓપરેશન દરમિયાન અત્યાર

સુધીમાં, ચાર વર્દીધારી નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા છે.

આ ઉપરાંત, એકે-47,

એસએલઆરજેવા સ્વચાલિત

હથિયારો પણ મળી આવ્યા છે.દંતેવાડાના પોલીસ અધિક્ષક ગૌરવ રાયના જણાવ્યા અનુસાર,” 3 જાન્યુઆરીએ

નક્સલ વિરોધી સર્ચ ઓપરેશનના ભાગરૂપે, નારાયણપુરના ડીઆરજીસાથે એસટીએફની સંયુક્ત પાર્ટી, દંતેવાડા, જગદલપુર, કોંડાગાંવ જિલ્લો, અબુઝમાડ જવા રવાના થઈ હતી. નક્સલવાદીઓની હાજરીને ધ્યાનમાં

રાખીને, 4 જાન્યુઆરીની

સાંજથી સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે, અથડામણ ચાલી રહી છે.”

હિન્દુસ્થાન સમાચાર / કેશવ કેદારનાથ શર્મા / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande