ભાવનગરમાં જલસા સ્ટ્રીટનું આયોજન થયું, 15 હજાર લોકોએ ઉમટ્યા
ગાંધીનગર, 5 જાન્યુઆરી (હિ.સ.) : ભાવનગરમાં સ્ટ્રીટ જલસાનું આયોજન થયું. જેમાં ડાન્સ, ગ્રુપ સોંગ, મ્યુઝિકલ ડ્રામા તથા વેસ્ટન ડાન્સ સહિતના કાર્યક્રમો યોજાયા, 15 હજારથી વધુ ભાવનગરવાસીઓ ઉમટી પડ્યા. ભાવનગર શહેરના આતાભાઇ ચોક પાસે સ્ટ્રીટ જલસા નું આયોજન કરવ
જલસા સ્ટ્રીટ


ભાવનગર


ગાંધીનગર, 5 જાન્યુઆરી (હિ.સ.) : ભાવનગરમાં સ્ટ્રીટ જલસાનું આયોજન થયું. જેમાં ડાન્સ, ગ્રુપ સોંગ, મ્યુઝિકલ ડ્રામા તથા વેસ્ટન ડાન્સ સહિતના કાર્યક્રમો યોજાયા, 15 હજારથી વધુ ભાવનગરવાસીઓ ઉમટી પડ્યા.

ભાવનગર શહેરના આતાભાઇ ચોક પાસે સ્ટ્રીટ જલસા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જુદી જુદી રમતો ગીત-સંગીત પ્રસ્તુતિઓ, અભિવ્યક્તિઓ, યોગા, રમતગમત સહિતની વિવિધ પ્રવૃત્તિઓ સ્મોલ વન્ડર્સ તથા એકતા'સ ક્લોઝેટ અને રનર દ્વારા ના સહયોગથી આયોજન કરવામાં અવાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડી જલસા કર્યા હતા. સ્ટ્રીક જલસા કાર્યક્રમ સવારે 6 થી 10 સુધી શહેરના આતાભાઇ ચોકથી રૂપાણી સર્કલ સુધીના માર્ગ પર આશરે 15 હજાર થી વધારે લોકો આ કાર્યક્રમમાં ઉમટી પડ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande