-અખાડાની 52 મઢીઓ, 52 શક્તિપીઠોના પ્રતિક છેઃ મહંત યમુનાપુરીજી મહારાજ
મહાકુંભ નગર, નવી દિલ્હી, 05 જાન્યુઆરી (હિ.સ.) તીર્થરાજ
પ્રયાગમાં સંગમના કિનારે અખાડાઓના તંબુઓ લગાવવામાં આવ્યા છે. એક તરફ ભારતના સનાતન
લોકો પવિત્ર ત્રિવેણીમાં ડૂબકી લગાવવા આતુર છે, તો બીજી તરફ અખાડાઓની 52 મઢીઓના સંતો,
પોતપોતાની ધૂળીઓ અને કુટીરો સામે સાધનારત છે. તેમના દર્શન કરીને ભક્તો, પોતાને
ધન્ય માને છે. ચાલો જાણીએ સંતના શબ્દોથી આ મઢીઓ શું છે.
સન્યાસી પરંપરામાં
પ્રવેશવા માટે, સૌપ્રથમ મઢીમાં દીક્ષા લેવી પડે છે.અહીંથી સન્યાસી
બનવાની પ્રારંભિક પ્રક્રિયા શરૂ થાય છે. અખાડાઓની 52 મઢીઓ, 52 શક્તિપીઠોના પ્રતીકાત્મક છે. આ મઢીઓ માત્ર ચાર મઠમાંથી
બહાર આવી છે. આ એક યા બીજી રીતે ચાર મઠ સાથે જોડાયેલા છે. ચાર આમ્નાય છે, ચાર વેદ છેઅનેઆ ચારેય વેદ સાથે
પણ સંબંધિત છે. આ બધા એક સૂત્રમાં બંધાયેલા છે. આ બધા શક્તિના પ્રતીકો છે. આજે
અખાડાઓની 52 મઢીઓ, હિન્દુ
ધર્મની રક્ષા માટે એક પ્રકારની બટાલિયન છે.
શ્રી પંચાયતી અખાડા મહાનિર્વાણીના સચિવ, મહંત યમુનાપુરીજી
મહારાજે હિન્દુસ્થાન સમાચાર સાથેની ખાસ વાતચીતમાં આ વાત કહી. તેમણે કહ્યું કે,” આ મઢીઓ
પાસે, કામના વિવિધ ક્ષેત્રો હતા. આ અખાડા સંપૂર્ણપણે સશસ્ત્ર નાગાઓ માટે બાંધવામાં
આવ્યા હતા.જેમને શાસ્ત્રની દીક્ષાઓ, વેદ, વેદાંત અને ઉપનિષદોનું જ્ઞાન મેળવવું હતું, તેઓ માત્ર મઠોમાં
રહેતા હતા.” તેમણે કહ્યું કે,” મઠોમાંથી અખાડાઓમાં, ફક્ત તે જ સાધુઓ આવ્યા જેમણે
સનાતન ધર્મની રક્ષા માટે યુદ્ધ પસંદ કર્યું. તે સમયે તેમની પાસે કોઈ વિકલ્પ બચ્યો
ન હતો. સલાહને કોઈ અનુસરતું ન હતું. વિદેશી આક્રમણકારો દ્વારા બહેનો, પુત્રીઓ અને
માતાઓની ઈજ્જત લૂંટવામાં આવી રહી હતી. મઠ, મંદિરો, ગુરુકુળ અને તમામ વ્યવસ્થાઓ નાશ પામી રહી હતી. વિદેશી
આક્રમણકારોના કારણે, હિંદુ સમાજે કેટલા અત્યાચારો સહન કર્યા છે તેની આજે આપણે સૌ
કલ્પના કરી શકતા નથી. આ સંજોગોમાં સંતો-મુનિઓએ શસ્ત્ર ઉપાડવું પડ્યું. તેમણે ઘણા
મઠો અને મંદિરોનું રક્ષણ કર્યું. આ નાગાઓ, આજે પણ ધાર્મિક યોદ્ધાઓ કહેવાય છે.”
તેમણે કહ્યું કે,”
દુર્ભાગ્યપૂર્ણ છે કે, આઝાદી પછી પણ મઠો, મંદિરો અને સંતોના બલિદાનનો ઈતિહાસ યોગ્ય રીતે લખાયો નથી.
પંડિત નેહરુએ ઈતિહાસ લખવાનું કામ સામ્યવાદીઓને આપીને, ભારતના ગૌરવશાળી ઈતિહાસને
વિકૃત કર્યો. તેમનો મહિમા મંડિત કરવામાં આવ્યો અને એક અધિકૃત લેખક તરીકે ગણવામાં
આવ્યો. પંડિત નેહરુના કાર્યકાળ દરમિયાન બાહ્ય આક્રમણકારોને પણ મહાન જાહેર કરવામાં
આવ્યા હતા અને આપણા રાષ્ટ્ર માટે બલિદાન આપનાર બહાદુર યોદ્ધાઓને, કોઈ સ્થાન
આપવામાં આવ્યું ન હતું.
એટલું જ નહીં, આ વિકૃત ઈતિહાસ, અમારા બાળકોના મનમાં ભરાઈ ગયા. બાળકોનું મન
કાચું હોય છે.તેમને એ જ વિકૃત ઈતિહાસ શીખવવામાં આવ્યો હતો, આજે તેઓ તેને
સત્ય માને છે. આ લોકોએ મહારાજા વિક્રમાદિત્ય, છત્રપતિ શિવાજી, મહારાણી લક્ષ્મીબાઈ, તાત્યા ટોપે વિશે શું લખ્યું? આપણે આપણા ઈતિહાસને મૌખિક રીતે યાદ કરીએ છીએ, અને પેઢીઓથી
કહેતા રહીએ છીએ.” તેમણે કહ્યું કે,” મહાનિર્વાણ પંચાયતી અખાડાના ઋષિ-મુનિઓએ કાશીના
બાબા વિશ્વનાથ મંદિરને, મુગલોથી બચાવ્યા હતા.”
તેમણે કહ્યું કે,” મઢીઓની
વ્યવસ્થા આજે પણ છે. મઢીઓના દાવાઓ છે, અને દાવાઓમાંથી અખાડા છે. અમારી પાસે અહીં આવી ઘણી પોસ્ટ
છે. મઢીઓના સંતો જ તમામ હોદ્દાઓ માટે પદાધિકારીઓની પસંદગી કરે છે. અખાડામાં
સર્વોચ્ચ પદ રાષ્ટ્રપતિનું છે. વર્તમાન શાસન વ્યવસ્થામાં તમે જેને રાષ્ટ્રપતિ કહી
શકો છો.”
તેમણે કહ્યું કે,”મહાકુંભ એક એવો
મેળાવડો છે, જે સનાતનીઓને ધર્મ સાથે જોડે છે. અહીં સંતો અને ગૃહસ્થો સહિત તમામ
હરિભક્તો ભક્તિના અમૃતમાં ડૂબકી લગાવશે. તે ભક્તિ, જ્ઞાન અને ક્રિયાનો સમન્વય છે.” તેમણે તેમના
સંદેશમાં જણાવ્યું હતું કે,
“ભક્તોએ અહીં
પર્યટન કે પિકનિકના અર્થમાં ન આવવું જોઈએ, પરંતુ આધ્યાત્મિકતા અને તીર્થયાત્રાના અર્થમાં આવવું જોઈએ
અને અહીં વહેતી અનંત ઉર્જાનો, તેમના જીવનમાં સંચય કરવો જોઈએ.”
હિન્દુસ્થાન સમાચાર / રાજેશ / મહેશ પટેરિયા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ