કાશ્મીર ખીણમાં રાત્રિના તાપમાનમાં ઘટાડો, કોકરનાગમાં માઈનસ 8.1 ડિગ્રી સેલ્સિયસ
શ્રીનગર, નવી દિલ્હી, 05 જાન્યુઆરી, (હિ.સ.) કાશ્મીર ઘાટીમાં રાત્રિના તાપમાનમાં ભારે ઘટાડો નોંધાયો છે. દક્ષિણ કાશ્મીરના કોકરનાગ શહેરમાં માઈનસ 8.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. શ્રીનગરમાં પારો માઈનસ 2.5 ડિગ્રી સેલ્સ
કાશ્મીર ખીણમાં રાત્રિના તાપમાનમાં ઘટાડો, કોકરનાગમાં માઈનસ 8.1 ડિગ્રી સેલ્સિયસ


શ્રીનગર, નવી દિલ્હી, 05 જાન્યુઆરી, (હિ.સ.) કાશ્મીર

ઘાટીમાં રાત્રિના તાપમાનમાં ભારે ઘટાડો નોંધાયો છે. દક્ષિણ કાશ્મીરના કોકરનાગ

શહેરમાં માઈનસ 8.1 ડિગ્રી સેલ્સિયસ

તાપમાન નોંધાયું હતું. શ્રીનગરમાં પારો માઈનસ 2.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો.

“ ગુલમર્ગ, ઉત્તર કાશ્મીરમાં સ્કીઇંગ પ્રવૃત્તિઓ માટે પ્રસિદ્ધ પ્રવાસન

રિસોર્ટ શહેર, લઘુત્તમ તાપમાન

માઈનસ 4 ડિગ્રી સેલ્સિયસ

નોંધાયું હતું.”એમ અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું. દક્ષિણ કાશ્મીરમાં

વાર્ષિક અમરનાથ યાત્રા માટેના બેઝ કેમ્પ પૈકીના એક પહેલગામમાં લઘુત્તમ તાપમાન

માઈનસ 3.2 ડિગ્રી સેલ્સિયસ

નોંધાયું હતું. કાશ્મીરના ગેટવે સિટી કાઝીગુંડમાં લઘુત્તમ તાપમાન માઈનસ 3.6 ડિગ્રી સેલ્સિયસ

નોંધાયું હતું. જ્યારે પમ્પોર શહેરમાં કોનીબલમાં લઘુત્તમ તાપમાન માઈનસ 3.5 ડિગ્રી સેલ્સિયસ

નોંધાયું હતું.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,”ઉત્તર કાશ્મીરના

કુપવાડામાં રાત્રિનું તાપમાન માઈનસ 2.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.જ્યારે દક્ષિણ

કાશ્મીરના કોકરનાગમાં લઘુત્તમ તાપમાન માઈનસ 8.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે ખીણમાં અત્યાર

સુધીનું સૌથી ઠંડું સ્થળ બન્યું હતું. કાશ્મીર હાલમાં ચિલ્લઇ-કલાંની ચપેટમાં છે

અને ચિલ્લઇ-કલાંના 40 દિવસ દરમિયાન,

હિમવર્ષાની સંભાવના સૌથી વધુ છે અને તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ચિલ્લઇ-કલાં,

30 જાન્યુઆરીએ

સમાપ્ત થશે.

હિન્દુસ્થાન સમાચાર / રાધા પંડિતા / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande