વડાપ્રધાને દિલ્હીને, રૂ. 12,200 કરોડના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપી
-સાહિબાબાદ અને ન્યૂ અશોક નગર વચ્ચે, રેપિડ રેલ કોરિડોરનું પણ ઉદ્ઘાટન કર્યું, - રોહિણીમાં એઈમ્સમાટે, નવી અત્યાધુનિક ઇમારતનો શિલાન્યાસ પણ નવી દિલ્હી, 5 જાન્યુઆરી (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રાષ્ટ્રીય રાજધાની
દિલ્હી


-સાહિબાબાદ અને

ન્યૂ અશોક નગર વચ્ચે, રેપિડ રેલ કોરિડોરનું પણ ઉદ્ઘાટન કર્યું,

- રોહિણીમાં એઈમ્સમાટે, નવી

અત્યાધુનિક ઇમારતનો શિલાન્યાસ પણ

નવી દિલ્હી, 5 જાન્યુઆરી (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં, રેલ, મેટ્રો અને આરોગ્ય સંબંધિત 12,200 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું

ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. આમાં સાહિબાબાદ અને ન્યૂ અશોક નગર વચ્ચે,

દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ નમો ભારત કોરિડોરના 13 કિલોમીટરના પટનું ઉદ્ઘાટન સામેલ છે. વહેલી સવારે, વડાપ્રધાને

ગાઝિયાબાદ જિલ્લાના સાહિબાબાદ આરઆરટીએસ સ્ટેશનથી, દિલ્હીના ન્યૂ અશોક નગર આરઆરટીએસ

સ્ટેશન સુધી, નમો ભારત ટ્રેનમાં પણ મુસાફરી કરી હતી. આ પ્રોજેક્ટની કિંમત અંદાજે 4,600 કરોડ રૂપિયા છે.

ઉદ્ઘાટન સાથે, દિલ્હીને તેની

પ્રથમ નમો ભારત કનેક્ટિવિટી મળી. આનાથી દિલ્હી અને મેરઠ વચ્ચેની મુસાફરી વધુ સરળ

બનશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, જનકપુરી અને કૃષ્ણા પાર્ક વચ્ચે

લગભગ રૂ. 1,200 કરોડના ખર્ચે

દિલ્હી મેટ્રો ફેઝ-4ના 2.8 કિમી લાંબા

સેક્શનનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ દિલ્હી મેટ્રો ફેઝ-4નો, પહેલો સેક્શન

છે. તેનાથી કૃષ્ણા પાર્ક,

વિકાસપુરી, જનકપુરીના કેટલાક

ભાગો અને પશ્ચિમ દિલ્હીના અન્ય વિસ્તારોને ફાયદો થશે. વડાપ્રધાને દિલ્હી મેટ્રો

ફેઝ-4ના 26.5 કિમી લાંબા

રિથાલા-કુંડલી સેક્શનનો શિલાન્યાસ કર્યો, જેનો ખર્ચ આશરે રૂ. 6,230 કરોડ થશે. આ કોરિડોર દિલ્હીના રિઠાલાને, હરિયાણાના નાથુપુર

(કુંડલી) સાથે જોડશે, જે દિલ્હી અને

હરિયાણાના ઉત્તર-પશ્ચિમ વિસ્તારોમાં કનેક્ટિવિટીમાં નોંધપાત્ર સુધારો કરશે. આનાથી

લાભ મેળવવાના મુખ્ય ક્ષેત્રોમાં રોહિણી, બવાના, નરેલા અને કુંડલીનો સમાવેશ થાય છે, જે રહેણાંક, વ્યાપારી અને

ઔદ્યોગિક વિસ્તારોમાં સુલભતામાં સુધારો કરશે. એકવાર કાર્યરત થયા પછી, તે વિસ્તૃત રેડ

લાઇન દ્વારા દિલ્હી, હરિયાણા અને

ઉત્તર પ્રદેશમાં મુસાફરીની સુવિધા આપશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, નવી દિલ્હીના રોહિણીમાં સેન્ટ્રલ

આયુર્વેદ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ માટે એક નવી અત્યાધુનિક ઇમારતનો શિલાન્યાસ પણ કર્યો, જેનું નિર્માણ

અંદાજે રૂ. 185 કરોડના ખર્ચે

કરવામાં આવશે. આ સંકુલ અત્યાધુનિક હેલ્થકેર અને મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું

પાડશે. નવી ઇમારતમાં વહીવટી બ્લોક, ઓપીડીબ્લોક, આઈપીડીબ્લોક અને સમર્પિત ટ્રીટમેન્ટ બ્લોક હશે, જે દર્દીઓ અને

સંશોધકો બંને માટે સંકલિત અને સીમલેસ હેલ્થકેર અનુભવની ખાતરી કરશે.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સુનીલ સક્સેના

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande