નવી દિલ્હી, 8 જાન્યુઆરી (હિ.સ.) દેવજીત સૈકિયા અને પ્રભતેજ સિંહ ભાટિયા 12 જાન્યુઆરીના રોજ
બીસીસીઆઈ સેક્રેટરી અને
ટ્રેઝરર તરીકે બિનહરીફ ચૂંટાશે કારણ કે, હરીફ ઉમેદવારોની અંતિમ યાદીમાં માત્ર બે જ
નામ સામેલ છે.
બીસીસીઆઈના ચૂંટણી અધિકારી અને ભારતના ભૂતપૂર્વ મુખ્ય
ચૂંટણી કમિશનર અચલ કુમાર જોતિ દ્વારા, મંગળવારે ચૂંટણી લડનારા ઉમેદવારોની યાદી
તૈયાર કરવામાં આવી હતી.
નામાંકન ભરવાની અંતિમ તારીખ, ગયા અઠવાડિયે પૂરી થઈ હતી, જ્યારે મંગળવારે
બપોરે 2 વાગ્યે નામાંકન
પાછું ખેંચવાની અંતિમ તારીખ પૂરી થઈ હતી.
કોઈ નામો પાછા
ખેંચાયા ન હોવાથી, રિટર્નિંગ ઓફિસરે મંગળવારે સાંજે 5 વાગ્યે
ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરી હતી.
બીસીસીઆઈ એસજીએમ દરમિયાન, 12 જાન્યુઆરીએ ચૂંટણી યોજાશે અને પરિણામ, જે હવે ઔપચારિકતા
છે, તે જ દિવસે જાહેર
કરવામાં આવશે.
સૈકિયા બીસીસીઆઈના વચગાળાના સચિવ તરીકે, જય શાહ 1 ડિસેમ્બરે આઈસીસીના
અધ્યક્ષ બન્યા ત્યારથી કામ કરી રહ્યા છે.
તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારમાં, કેબિનેટ મંત્રી તરીકે શપથ
લેનાર આશિષ શેલારને કારણે આ પદ ખાલી પડતાં, ભાટિયાએ ખજાનચીના પદ માટે નામાંકન
ભર્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ